સમાચાર
બુધ્વાર, ૯ જુલાઈ, ૨૦૨૫
નાહુર સ્ટેશન પાસેના નવનિર્મિત પુલનું વિધિવત ઉદ્ઘાટન ક્યારે થશે?
લિંક રોડથી ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફ જતાં નાહુર સ્ટેશન પાસે થતી ટ્રાફિક જામની સ્થિતિને નિવારવા જુના નાહુર પુલની બંને બાજુ એક એક એમ કુલ બે નવા પુલ બનીને તૈયાર છે ત્યારે સંબંધિત અધિકારીઓ કે નેતાઓને તેનું વિધિવત ઉદ્ઘાટન કરીને તેમને ખુલ્લા મુકવાનો સમય નથી. અહીં ટ્રાફિક જામની સ્થિતિમાં પણ વાહનચાલકો અધિકારિક રીતે તેમનો ઉપયોગ કરી શકતા નથી તેથી આ પુલ બનાવવાનો મૂળ હેતુ સરતો નથી.
વધુમાં, મજબૂરીથી અનેક વાહનો આ પુલનો ઉપયોગ કરી રહ્યા છે. એવામાં આ પુલ ઉપર જો અકસ્માત થાય તો તે માટે જવાબદાર કોણ એવો પ્રશ્ર્ન નાગરીકો કરી રહ્યા છે. નાગરિકોની માંગ છે કે આ પુલનું વિધિવત ઉદ્ઘાટન કરીને તેને જનતા માટે ખુલ્લો મુકવામાં આવે.