રાશિ ભવિષ્ય
ગુરુવાર, ૭ મે, ૨૦૨૬
મેષ
(અક્ષરો: અ,લ,ઇ)
મેષ (અ,લ,ઈ) : ખોટી દિશામાં જઈ રહ્યા હતા એવી અંતરમાં જાગતી પ્રેરણાને દૈવી સંકેત માનીને ચાલજો. તમે કરેલા પ્રયાસોની સમીક્ષા કરી અને ટોચના સ્થાને ઝડપથી અને સહેલાઈથી કેવી રીતે પહોંચી શકાય એ વિશે વિચારો. ગમે તેવા લોકો સાથે શુભ સમાચારોની આપ-લે ન કરો એવી મારી સલાહ છે. લાંબા સમયથી સંપર્ક ગુમાવી બેઠા છો એવા કોઈ મિત્ર સાથે સમય વિતાવવાનો મોકો મળશે. બિઝનેસ પ્રવાસની શરૂઆત પ્રશ્ર્નાર્થો સાથે થશે અને આશ્ર્ચર્ય સાથે એનો અંત આવશે. એકાદ શોખને સંપૂર્ણ સમયના વ્યવસાયમાં ફેરવી શકશો એવું દેખાય છે. તંદુરસ્તીમાં ધીમે ધીમે સુધારો થશે.
વૃષભ
(અક્ષરો: અ,લ,ઇ)
વૃષભ (બ,વ,ઉ) : છોકરમત દાખવીને પ્રત્યાઘાત આપી બેસતા સંબંધોમાં તિરાડ પડી છે એ વિશે પસ્તાવો થશે. જોકે સંબંધો પાછા રાબેતા મુજબ કરી શક્યા છો એ સારી વાત છે. વર્તમાન સમય ફરજિયાત બચત માટે એકદમ સાનુકૂળ છે એમ જણાય છે. નોકરીમાં ઊંચી હરોળનું સ્થાન અપાવી શકે એવી કામચલાઉ ટ્રાન્સફર વિશે મનમાં દ્વિધા રહેશે. પરિણીતોને જીવન અચાનક સ્થગિત થઈ ગયાનું લાગે તો એકદમ સ્વસ્થ રહેજો. જીવનમાં હજુ એકાદ-બે પાઠ શીખવાના બાકી છે. એમાનો એક પાઠ તમારા ધ્યેયને વળગી રહેવાનો છે. વિદેશથી એક શુભ સમાચાર આવી શકે છે.
મિથુન
(અક્ષરો: અ,લ,ઇ)
મિથુન (ક,છ,ઘ) : એક સોદો પાર પાડવાની ઊતાવળમાં એકાદ-બે અગત્યના મુદ્દા ચૂકી જાવ એવી શક્યતા છે. પ્રેક્ટીકલ બનો અને દરેક ઘટનામાં લાભ શોધો એવી મારી સલાહ છે. આગળ અભ્યાસ કરીને વર્તમાન જ્ઞાનમાં વધારો કરવાનો તમારો વિચાર સારો છે. જીવન કઈ દિશા તરફ જઈ રહ્યું છે અને એક વર્ષમાં કયા મુકામ પર પહોંચવા માગો છો એનું મૂલ્યાંકન કરી આગળ વધો. નવી નોકરીમાં શરૂઆત સહેલી નહી હોય અને તમારા કિસ્સામાં ઊપરીઓની અપેક્ષા પણ ઘણી વધુ રહેશે. જીવનમાં બને એવી સાદગી અપનાવજો અને આડેધડ ખર્ચ કરવાનું ટાળજો. થાક-નબળાઈનો અનુભવ થાય.
કર્ક
(અક્ષરો: અ,લ,ઇ)
કર્ક (ડ,હ) : સપ્તાહની શરૂઆત તો સામાન્ય થશે, પરંતુ અચાનક પરિવર્તન આવતા આશ્ર્ચર્ય થવાની શક્યતા છે. કોઈએ તમને આપેલું વચન પુરું ન કરે તો વિચલિત ન થશો. જે બદલી શકાય એમ ન હોય એનો શાંતિથી સ્વીકાર કરી લો. આગળ વધવાનો માર્ગ છેવટે તમને મળી જશે એ નક્કી છે. પ્રિયજન સાથે ભાવનાત્મક તાલમેલ જાળવવાના મૂડમાં દેખાવ છો. તમે જેને ચાહતા હશો તેને કોઈ ચિંતા સતાવી રહ્યાનું લાગી રહ્યું હશે. અનુમાન બાંધવાને બદલે તેમને જ પૂછી લો અને પછી સહાય માટે આગળ વધો એવી મારી સલાહ છે. ઈશ્ર્વર પર જે પ્રકારે દૃઢ શ્રધ્ધા તમે ધરાવો છો એના પરિણામે સમયનું ચક્ર તમારી તરફેણમાં ફરતું રહેશે.
સિંહ
(અક્ષરો: અ,લ,ઇ)
સિંહ (મ,ટ) : તમારી અંદર રહેલા કાલ્પનિક ભયની ચિંતા ન કરો. ફાઈનેન્શિયલ તકલીફ ઓછી થાય એ માટે લોન મેળવવા પ્રયાસ કરી રહ્યા હશો તો અચાનક મદદ મળી રહેશે. પરિવારમાં ઊભી થયેલી તંગદિલી થોડા જ દિવસોમાં હળવી થઈ જશે એમ દેખાય છે. વિચાર કર્યા વિના કોઈ તારણ પર પહોંચવાને બદલે વડીલોની વાત સાંભળવાનો પ્રયાસ કરો. તેમને પ્રેમભર્યો પ્રતિસાદ આપો અને તેમના વર્તનમાં આવતા ફેરફારનું અવલોકન કરો એવી મારી સલાહ છે. પ્રોપર્ટીનો વારસો નજદીકના સમયમાં જ તમને મળતા રાહત થશે. અપરિણીતો માટે લગ્નની દશાનો સમય શરૂ થઈ ગયો છે.
કન્યા
(અક્ષરો: અ,લ,ઇ)
કન્યા (પ,ઠ,ણ) : ‘ચાલે છે એમ ચાલવો દો’નો અભિગમ લાંબાગાળે નુકસાનકારક ઠરશે. ખર્ચશક્તિ મર્યાદિત બનવાની શક્યતા છે એટલે જરૂરી ખરીદીની યાદી બનાવી લેજો. પરિવર્તનનો પ્રતિકાર ન કરો, પરંતુ પ્રવાહ સાથે આગળ વધો એવી મારી સલાહ છે. પરિવાર સાથે સમય ગાળવો ખૂબ મહત્વનું છે એ વાત હવે તમે સારી રીતે સમજી ચૂક્યા છો. મહત્વના તમામ મુદ્દાઓની ચર્ચા કરી પરિવારના સભ્યોને મહત્વ આપજો. આમ કરવાથી ઘરનું વાતાવરણ ખૂબજ શાંત રહેશે. સહજ તાવ હોય તો પણ આ સમયમાં ડોક્ટરને જલ્દીથી ક્ધસલ્ટ કરજો અન્યથા પસ્તાવું પડશે. અવિવાહિતો માટે યોગ્ય માંગુ આવી શકે છે.
તુલા
(અક્ષરો: અ,લ,ઇ)
તુલા (ર,ત) : કેટલાક અગત્યના નિર્ણયો લીધા હોવાથી હવે આત્મસુરક્ષા અને ખુદના જતનની લાગણીઓ બળવાન બનશે. આ અગત્યના નિર્ણયોને પગલે પોઝિટિવ પ્રત્યાઘાતોની શૃંખલા શરૂ થઈ જશે. લાંબા સમયથી જે મેળવવાની ઈચ્છા હશે એ છેવટે પુરી થશે. જોકે હવે એ ચીજ વિશેની ઈચ્છા એટલી અદમ્ય નહીં હોય. વિદેશથી કોઈ શુભ સમાચાર મળશે. ખાસ તો વિઝા માટે અરજી કરી હશે તો એ મંજૂર થઈ શકે છે. મનમાં અવનવા આઈડીયા છલકાઈ રહ્યા છે, એને અમલમાં મૂકવા ઉત્સાહપૂર્વક આગળ વધો એવી મારી સલાહ છે. એક મહત્વના સંબંધમાં અન્ય વ્યક્તિ અંતરાય ઊભા કરવાના પ્રયાસો કરશે, માટે સાવધ રહેજો.
વૃશ્ચિક (ન,ય) : તમારાથી જુદા જ વિચાર ધરાવતી વ્યક્તિના આઈડિયા પણ ધીરજથી સાંભળજો. ભવિષ્યમાં કદાચ એ આઈડિયા તમને ઉપયોગી થઈ શકે છે. જીવનના અગાઉના અનુભવને કારણે સાવધ રહેવાનું તમે શીખી ગયા છો અને કોઈ પ્રસંગોનો સામનો કરવા તૈયાર છો એમ જણાય છે. થોભો અને રાહ જુઓની નીતિને કારણે કરીઅરમાં શ્રેષ્ઠ અભિગમ અપનાવી શકો છો. નવું ઘર ખરીદવા ઈચ્છતા હો તો એ દિશામાં આગળ વધી શકશો. નવી જગા તમારા માટે નસીબવંતી પુરવાર થશે. નોકરી કરનારાઓને આગામી સમયમાં પગાર વધારાની શક્યતા છે. મિત્રો સાથે લાગણીશીલ અનુભવો શેર કરી શકશો.
ધન
(અક્ષરો: અ,લ,ઇ)
ધન (ભ,ધ,ફ,ઢ) : પ્રતિસ્પર્ધીઓ સામે સફળતા મેળવવાની શક્તિ તમે ધરાવો છો. ચોક્કસ લોકો તમને ખામોશ કરી દેતા હોય તો એમની સાથે ખટપટમાં ઉતરવાને બદલે, ત્યાં સંબંધ તોડી નાખો એવી મારી સલાહ છે. આકસ્મિક કોઈ ભેટ મળવાની શક્યતા છે. પોઝિટિવ ન લાગતા કેટલાક સમાચાર લાંબાગાળે શુભ બની જશે એમ જણાય છે. પ્લાન કરેલા સાહસમાં એક મિત્ર ઉપયોગી સલાહ આપી શકે એમ છે. માટે જલ્દીથી જલ્દી એમના સંપર્કમાં આવવાનો પ્રયાસ કરો. કામકાજ સંબંધી એક પ્રવાસ ચોક્કસ સંજોગોને કારણે કદાચ વિલંબમાં મુકાઈ શકે છે. સ્વાસ્થ્ય બાબત કાળજી લેવાનો સમય છે.
મકર
(અક્ષરો: અ,લ,ઇ)
મકર (ખ,જ) : તમારું ખરું વ્યક્તિત્વ બહાર લાવવા માટે અત્યારનો સમય એકદમ યોગ્ય છે. તમારી લાગણીઓ અને માન્યતાઓની બધાને જાણ થવા દો એવી મારી સલાહ છે. છૂટા છવાયા બનાવો તમારી અંદર સંઘર્ષ ઊભો કરશે. ધ્યેય પરથી ચલિત થઈ ન જવાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઝડપથી પરિણામ મેળવવા માટે ટૂંકા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરજો. દાંમ્પત્યજીવનમાં સેટલ થઈ જવાનો સમય શરૂ થઈ ગયો છે. પરિવાર તરફથી લગ્ન માટે દબાણ થઈ શકે છે. સંબંધીઓ તમારી તરફના સ્નેહને કારણે સલાહ સૂચન આપશે, એ લોકો વિશે ખોટા અભિપ્રાયો બાંધવાનું બંધ કરો.
કુંભ
(અક્ષરો: અ,લ,ઇ)
કુંભ (ગ,સ,શ,ષ) : સત્તાની રાજરમતમાં સામેલ થવાનું ટાળો, એવી મારી સલાહ છે. ખાસ તો સરકારી અમલદારો, રાજકારણીઓ અને સત્તા પરના લોકો સાથે સંઘર્ષમાં ન ઊતરજો. હકીકતને સમજી સંબંધો મજબૂત બનાવવા તરફ ધ્યાન આપશો તો લાંબાગાળે લાભ થશે. રોજબરોજના વિચારો, લક્ષ્યો, પડકારો અને એને કેવી રીતે પહોંચી વળશો, એ તરફ ધ્યાન આપજો. સહેજ મુશ્કેલ લાગતો સમય હવે પૂરો થઈ ગયો છે. આર્થિક અસલામતીનો અંત આવશે અને આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ થઈ શકે છે એમ જણાય છે. નવી મૈત્રી સ્થિર સંબંધ તરીકે પરિપક્વ બનવાની સંભાવના ધરાવે છે.
મીન
(અક્ષરો: અ,લ,ઇ)
મીન (દ,ચ,ઝ,થ) : ખોટા લોકો પર ભરોસો મૂકીને તમે ભૂતકાળમાં ખૂબ સહન કરી ચૂક્યા છો અને ઘણા પૈસા પણ ગુમાવ્યા છે. જો કે હવે સમય બદલાયો છે અને થોડા થોડા પ્રમાણમાં પૈસા પાછા મળવા લાગશે. સંજોગોને ધ્યાનમાં રાખીને પ્રત્યાઘાત આપવામાં સંયમ રાખવાની સલાહ છે. એક પરિસ્થિતિમાં શારીરિક શક્તિને બદલે માનસિક શક્તિ બતાવવી જરૂરી બનશે. બીજાની ભૂલો માફ કરી પોતાની ભૂલો યાદ રાખશો તો ચોક્કસ સારો બદલાવ જીવનમાં લાવી શકશો. ભવિષ્ય વિશે આશાવાદી બનો અને અત્યારે જે છે એનો આનંદ માણો. પ્રિયજન સાથે અચાનક સમાધાન થઈ જતાં હૈયું આનંદથી છલકાઈ ઊઠશે. જોકે જે વિવાદ હશે એ તો હજુ જેમનો તેમ છે.