જયંત વિશનજી છેડા વિશે
શ્રી જયંત છેડાને આપણે નિશ્ચિંત રૂપે એક ગતિશીલ ઉદ્યોગસાહસિક, સક્રિય સમાજ સુધારક, નવીનતા, સર્જનાત્મકતા અને ઉત્સાહનો પર્યાય કહી શકીએ.
ખૂબ જ નાની ઉંમરથી તેમનામાં સર્જનાત્મકતા અને સ્વાવલંબીપણાનો ગુણ વિકસ્યો હતો અને તેઓ હંમેશા કંઈક નવું અને પડકારજનક કરવા માટે પ્રયત્નશીલ રહેતા. ૧૨ વર્ષની ઉંમરે, જયંતભાઈએ બિનઉપયોગી પૃષ્ઠોમાંથી નોટબુકો બનાવી અને તેને પોતાની શાળાની ફી ભરવા માટે વેચી. તેમના શાળા અને કોલેજના સમયથી જ તેઓ સમાજ માટે કંઈક સારું કરવા માટે ખૂબ જ ઉત્સાહી હતા. તેમણે પોતાની બી.કોમ શિક્ષણની ફી ભરવા માટે સ્ટેશનરી વસ્તુઓ વેચી. આ રીતે સ્ટેશનરીના વ્યવસાયમાં મૂલ્યવાન મેળવ્યા પછી તેમણે પોતાની પ્રથમ દુકાન થાણામાં શક્તિ સ્ટેશનર્સના નામે શરૂ કરી અને તેનું પારિવારિક વ્યવસાયમાં વિસ્તરણ કર્યું.
કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યા પછી તેમણે નોકરી ન કરતાં, એન. જયંતકુમાર એન્ડ કંપની નામથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો. ત્યાર બાદ તેમણે ડાયરેક્ટર તરીકે ઈ.સ. ૨૦૦૦માં પોતાની કંપની જસ્મીન સ્ટેશનર્સ પ્રાઈવેટ લિમિટેડ સ્થાપિત કરી. તેમજ ડાયરી અને પેપર શીટ માટે ભાંડુપમાં ફેક્ટરી ચાલુ કરી.
અથાક મહેનત, સમર્પિતતાઅને વ્યવસાયિક શ્રેષ્ઠતાનું અનુસરણ કરવાથી તેમને ખ્યાતિ અને સફળતા મળી. વ્યવસાયિક વૈવિધ્યકરણના દૃષ્ટિકોણથી, તેમણે મીડિયા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને ૧૯૯૮માં મુલુંડ ટાઈમ્સ પબ્લિકેશન સેન્ટર કંપનીના માલિક અને સંપાદક તરીકે ઉત્તર પૂર્વ મુંબઈ સ્થિત મુલુંડ ઉપનગરમાં "ગુર્જરમાત" નામનું સાપ્તાહિક અખબાર શરૂ કર્યું. આ સાપ્તાહિક અખબાર લોકોની ખૂબ ચાહના પામીને આજે ૨૭ વર્ષથી જનતાના અનુભવો અને અવાજને યોગ્ય વાચા આપી રહ્યું છે.
ગુર્જરમાત માટે તેમણે અનુભવી પત્રકાર ચંદ્રસેન મોમાયાની નિમણૂંક કરી એના કારણે ગુર્જરમાતની લોકપ્રિયતા વધી ગઈ. ગુર્જરમાત અખબારના પાંચ વર્ષ પૂર્ણ ત્યારે તેમણે ગુર્જરમાત દ્વારા મુલુંડ ઉપનગરના વ્યવસાયિકોની દુકાનના નામ, ફોન નંબર, સરનામાં સાથે મુલુંડ માર્ગદર્શિકા (ગાઈડ) પ્રકાશિત કરી. ત્યારબાદ મુલુંડના સમૃદ્ધ ઈતિહાસ અને વિકાસનો પરિચય કરાવતી મુલુંડ ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ કર્યું. મુલુંડના યુવતી-યુવાઓ માટે મુલુંડ મેરેથોન તથા તેના ફિટનેસ માટે મુલુંડ સ્પોર્ટસ એકેડેમી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી, જેના નેજા હેઠળ ૨૦૧૦ થી ૨૦૨૦ સુધીમાં મુલુંડના યુવક-યુવતી મુંબઈ મેરેથોનના હિસ્સા બની ગયા છે.
જયંત છેડા વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને લોકો અને સમાજની સેવા કરી રહ્યા છે.
તેમના સામાજિક કાર્યની યોગ્ય કદર અને સ્વીકૃતિ રૂપે મહારાષ્ટ્ર સરકારે તેમને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ ઓફિસર (S.E.O.)ના પદથી નવાજ્યા અને પોલીસ વિભાગે તેમને "પોલીસ મિત્ર" એવોર્ડથી સન્માનિત કર્યા છે.
લાયન્સ ક્લબ : લાયન્સ ક્લબ ઓફ મુલુંડમાં જોડાયા પછી, તેઓ લાયન્સ ક્લબ ઓફ મુલુંડના કાર્યશીલ પ્રેસિડેન્ટ અને ઝોન ચેરમેન બન્યા. ૨૦૦૫-૨૦૦૬માં જયારે જયંત છેડા લાયન્સ ક્લબ ઓફ મુલુંડના પ્રેસિડન્ટ હતા ત્યારે મુલુંડમાં અતિ ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં પૂરગ્રસ્ત લોકોને સહાયતા કરી અને મેડિકલ કેમ્પ દ્વારા લોકોની સારવાર કરવામા માટેનું ઉત્તમ આયોજન કર્યું હતું.
સમાજના કલ્યાણ માટેના તેમના કાર્યને વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને સત્તાવાળાઓ દ્વારા માન્યતા આપવામાં આવી છે અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ એવોર્ડ્સ અને પુરસ્કારો એનાયત કર્યા છે.
એવોર્ડ્સ

- મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્પેશિયલ એક્ઝિક્યુટિવ ઓફિસર (SEO)
- લાયન્સ ડિસ્ટ્રિક્ટ 323-A2 તરફથી ઉત્કૃષ્ટ ઝોન ચેરમેન એવોર્ડ
- શ્રેષ્ઠ પત્રકાર તરીકે કચ્છ-શક્તિ એવોર્ડ
- લાયન ઓફ ધ યર એવોર્ડ - લાયન્સ ક્લબ ઓફ મુલુંડ (વર્ષ 2004)
- 'શ્રેષ્ઠ પ્રેસિડેન્ટ' એવોર્ડ - લાયન્સ ડિસ્ટ્રિક્ટ 323-A2 (વર્ષ 2005)
- 'શ્રેષ્ઠ ખજાનચી' એવોર્ડ - લાયન્સ ડિસ્ટ્રિક્ટ 323-A2 (વર્ષ 2000)
- 'શ્રેષ્ઠ વાઈસ-પ્રેસિડેન્ટ એવોર્ડ' - લાયન્સ ડિસ્ટ્રિક્ટ 323-A2 (વર્ષ 2004)
- મુલુંડ સેવા સમાજ તરફથી 'મુલુંડ ગૌરવ' એવોર્ડ
શ્રી જયંત છેડા વિવિધ ક્ષેત્રોમાં સેવાકાર્ય કરતી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે
- ડાયાબિટીક્સ અવેરનેસ સોસાયટીના ચેરમેન
- KDO જૈન જ્ઞાતિ મહાજન-માઝી ટ્રસ્ટી
- નલિયા-પાંજરાપોળ-ગોશાળા ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી
- ભારતીય રેડ ક્રોસ સોસાયટી
- પ્રગતિ ફાઉન્ડેશન ટ્રસ્ટી - મુલુંડ
- માનવજ્યોત
- મુલુંડ સ્પોર્ટ્સ એકેડમી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ
- લાયન્સ ક્લબ ઓફ મુલુંડના ભૂતપૂર્વ ટ્રસ્ટી
- તેઓ KDO સમાજના પ્રકાશનોના પ્રિન્ટીંગના અધિકારો ધરાવે છે.
- સંપાદક જ્ઞાતિ મૈયા (KDO કોમ્યુનિટી મેગેઝિન)
દરેક ક્ષેત્રમાં તેમના સમર્થકો: તેમના પત્ની (શ્રીમતી જાસ્મીન છેડા), પુત્ર (ડૉ. યશ છેડા) અને પુત્રી (સી.એ. કેતકી દાઘા)