સોમવાર, ૨૫ ઑગસ્ટ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૨૩ જુલાઈ, ૨૦૨૫

મુલુંડ સેવા સંઘ દ્વારા 27મો વિદ્યાર્થી ગુણગૌરવ સમારોહ ઉત્સાહભેર યોજાયો

શનિવાર, તા. 19 જુલાઈ 2025ના રોજ ભાજપ અને મુલુંડ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે તથા પૂર્વ નગરસેવક પ્રકાશ ગંગાધરેના માર્ગદર્શન હેઠળ "27મો વિદ્યાર્થી ગુણગૌરવ સમારોહ” ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો. આ કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્ર સેવા સંઘ હોલ, જે.એન. રોડ,મુલુંડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 10મા અને 12મા ધોરણમાં 90 ટકા કરતાં વધુ ગુણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ભૂષણ ગગરાણી અને અઇઙ માઝાના વરિષ્ઠ સંપાદક રાજીવ ખાંડેકરે ઉપસ્થિત રહી, વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને સન્માનચિહ્નોનું વિતરણ કર્યું. તેમણે પોતાના ઉદબોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં ધ્યેય નક્કી કરીને તેને પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી.
સિલિકા ઇન્સ્ટિટ્યુટના સંચાલિકા શ્રીમતી કવિતા રેડકરે વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી વિકલ્પો વિશે માર્ગદર્શન આપીને ભવિષ્ય માટે યોગ્ય દિશા પસંદ કરવામાં સહાય કરી.
કાર્યક્રમમાં પૂર્વ નગરસેવિકા શ્રીમતી સમિતા કાંબળે, ઉદ્યોજિકા કવિતા છેડા, રાજેન્દ્ર અગ્રવાલ, મુખ્યાધ્યાપક પ્રસાદ કુલકર્ણી, કે. રાજકુમાર નાડાર, જિગર ચંદે, યોજના ઠોકળે, ભારતી ચૌધરી, પૂજા સિનારી, સાનિકા ચવાણ, પારૂલ ખત્રી, મનિષ જોશી, અભિજીત સાબળે, સુનીલ ટોપલે સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.