
સમાચાર
ગુરુવાર, ૨૮ ઑગસ્ટ, ૨૦૨૫
બીએમસીએ પ્રોપર્ટી ટેક્સ ભરવાની અંતિમ તારીખ લંબાવી : ‘ટી’ વોર્ડ માટે અંતિમ તા.1 ડીસેમ્બર
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) એ વર્ષ 2025-26ના પ્રથમ અર્ધવર્ષિક હપ્તા માટેની પ્રોપર્ટી ટેક્સ ભરવાની અંતિમ તારીખ લંબાવી છે. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં બિલો મોડા મળવાને કારણે અને અંતિમ તારીખ નજીક આવતાં નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે પાલિકાની વોર્ડ ઓફિસોમાં ભીડ કરી રહ્યા હતા.
બી.એમ.સી.એ જણાવ્યું કે સુધારિત પ્રોપર્ટી ટેક્સબિલો છપાવામાં ટેકનિકલ ખામીઓ અને ભારતીય પોસ્ટલ વિભાગની સિસ્ટમ અપગ્રેડને કારણે બિલોની ડિલિવરીમાં થયેલા વિલંબને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણે મિલ્કતધારકોને ચુકવણી કરવા માટે ત્રણ મહિનાથી ઓછો સમય મળ્યો હતો એમ બી.એમ.સી.એ નિવેદનમાં જણાવ્યું હતું. મૂળરૂપે, વર્ષ 2025-26ના પ્રથમ અર્ધવર્ષિક હપ્તાની ચુકવણી માટેનો ત્રણ મહિનાનો સમયગાળો 13 ઑગસ્ટે પૂર્ણ થવાનો હતો.
હવે બી.એમ.સી.એ પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે વોર્ડવાર નવી તારીખો જાહેર કરી છે.
A,B,C,D,E,F-દક્ષિણ, F-ઉત્તર, G-દક્ષિણ, G-ઉત્તર, H-પૂર્વ, H-પશ્ર્ચિમ, K-પશ્ર્ચિમ, P-દક્ષિણ, P-ઉત્તર, R-દક્ષિણ, R-સેન્ટ્રલ, M-પૂર્વ અને M-પશ્ર્ચિમ વોર્ડ માટે નવી અંતિમ તા.1 નવેમ્બર રાખવામાં આવી છે.
જ્યારે K-પૂર્વ, R-ઉત્તર, L,N,S અને T વોર્ડ માટેની અંતિમ તારીખ 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
પાલિકાએ મિલ્કતધારકોને વિનંતી કરી છે કે તેઓ વર્ષના પ્રથમ અર્ધભાગના બાકી કર આ નવી તારીખો સુધીમાં ચુકવી દે, નહીં તો બાકી રકમ પર દંડ વસૂલવામાં આવશે.