ગુરુવાર, ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૫

સમાચાર

ગુરુવાર, ૨૮ ઑગસ્ટ, ૨૦૨૫

ઈનરવ્હીલ ક્લબ ઓફ મુલુંડ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને અપાઈ વ્યાજમુક્ત લોન

ઈનરવ્હીલ ક્લબ ઓફ મુલુંડ દ્વારા છેલ્લાં 11 વર્ષથી માઈક્રોફાઈનાન્સના પ્રોજેક્ટમાં જરૂરિયાતમાંદ મહિલાઓને સિલાઈ, મશીન, બ્યુટી કોર્સ, રિક્ષા રિપેરીંગ, ઘર રીપેરીંગ, બાળકોના શિક્ષણ,લોન વિગેરે ગૃહઉપયોગી કાર્ય માટે વગર વ્યાજે લોન આપવામાં આવે છે. ગયા વર્ષે 11 મહિલાઓને 3 લાખની માઈક્રોફાઈનાન્સ લોન આપવામાં આવેલ છે. વગર વ્યાજની લોન તેઓ દાતાઓ દ્વારા પરત કરે છે. અત્યાર સુધીમાં 75 થી મહિલાઓને લોન આપવામાં આવી છે. આ વર્ષે 1.6 લાખ રૂપિયાની લોન 4 મહિલાઓને આપવામાં આવી છે.
માઈક્રોફાઈનાન્સના ચેરમેન શ્રીમતી સીમા જોષી છેલ્લા 11 વર્ષથી મહિલાઓની પૂરી જાણકારી પ્રોજેક્ટ સંપૂર્ણપણે રિફંડ કરેલા પૈસા દ્વારા ખૂબજ સારી રીતે સંભાળે છે. ઉપરોક્ત માહિતી પી.આર.ઓ.પી.પી.શ્રીમતી અનસુયાબેન આર.શાહે અખબારી યાદી દ્વારા જણાવેલ છે.