ગુરુવાર, ૮ મે, ૨૦૨૫

રાજકારણ

ડો. રાજેન્દ્ર પ્રસાદ સિંહ: ચિકિત્સા, રાજનીતિ, સમાજસેવા અને શિક્ષણનો આદર્શ સમન્વય 16 એપ્રિલના તેમના જન્મદિને વિશેષ અનુમોદના

આદર્શ, પ્રબુદ્ધ, ગુણસમૃદ્ધ, સમાજસેવક અને બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા ડૉ. રાજેન્દ્રપ્રસાદ આર. સિંહ જેમના કાર્યક્ષેત્રનો વિસ્તાર ચિકત્સા, પત્રકારત્વ, રાજનીતિ, શિક્ષણ અને સમાજ કલ્યાણના વિવિધ પાસાંઓ સુધી વિસ્તાર્યો છે. તેમનો જન્મ 16 એપ્રિલના દેશની આર્થિક રાજધાની મુંબઈના ઉપનગર મુલુંડમાં થયો હતો અને તેમણે તેમનું શિક્ષણ બી.એ.એમ.એસ., મુંબઈ અને પત્રકારત્વમાં ડિપ્લોમા પ્રાપ્ત કરીને પૂર્ણ કર્યું. તેઓ હિન્દી, મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી એ ચાર ભાષાઓમાં અસ્ખલિત વાર્તાલાપ કરવામાં નિપુણ છે. તેમની મહેનત, લગન અને કર્તવ્યપારાયણતાના પરિણામે તેમને વિભિન્ન રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી જીવનથી જ તેમના મનમાં સમાજ સેવાના અંકુર પ્રસ્ફુટિત થયા અને એ જ કારણ છે કે તેઓ 10 વર્ષની ઉંમરથી શિક્ષણની સાથે-સાથે સામાજિક કાર્યોમાં રુચિ કેવા લાગ્યા. તેમણે અવિરત અનેક પ્રસંશનીય કાર્યો કર્યાં છે, જેના પ્રતિસાદ રૂપે આજે તેઓ દેશ-વિદેશમાં પોતાના જ્ઞાન અને પ્રતિભાના કીર્તિમાન સ્થાપિત કરી રહ્યા છે.
ઈ.સ. 1969માં તેમના પિતા ભૂતપૂર્વ મેયર આર.આર. સિંહ અને રાજનીતિથી જોડાયા તેથી પારિવારિક વાતાવરણ પણ એ જ રંગમાં બદલાઈ ગયું. સામાજિક અને રાજનૈતિક લોકોની આવ-જા દરરોજ રહેતી હતી. એમના સાનિધ્યમાં આવીને તેમની રૂચિ વિવિધ સામાજિક અને રાજનૈતિક સંગઠનો તરફ ઢળી. તેઓ સર્વ પ્રથમ ‘મુલુંડ જેસિસ’ (1985-1991)ના અધ્યક્ષ બન્યા અને તેમની જવાબદારીઓનું પ્રામાણિકતાથી વહન કર્યું. 1989માં તેઓ ‘ઉત્તર પૂર્વ જિલ્લા યુવા કોંગ્રેસ કમિટી’ (NEDYCC) ના ચેરમેનપદે કાર્યરત થયા. આ તેમના ગૌરવશાળી ભવિષ્યની શરૂઆત હતી.
જ્યારે પ્રારંભ આટલો પ્રભાવશાળી હતો તો આગળ પણ અને અવસર સ્વાભાવિકરૂપે મળતા રહ્યા. તેઓ 1987થી 1991 સુધી ‘મુલુંડ યુવક પરિષદ’ અને ‘ઉત્તર ભારતીય સંઘ (મુલુંડ શાખા)ના સચિવપડે રહ્યા અને તેમના કર્તવ્યોનું પાલન પૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કર્યું.  કહેવાય છે કે, જેઓ કર્મઠ હોય છે, અવસર પોતે જ તેનો માર્ગ શોધી લે છે


ડૉ. સિંહ સમક્ષ અવસરોની એક લાંબી યાદી હતી. 1989માં તેમને કોંગ્રેસ પાર્ટીની રીવ્યુ કમિટી (Review Committee)માં કાર્ય કરવાનો અવસર મળ્યો. ત્યારબાદ, 1990થી 1994 સુધી તેમણે ‘બોમ્બે પ્રદેશ યુવા કોંગ્રેસ સમિતિ’ના સહસચિવપદે પોતાની જવાબદારીઓનું કુશળતાપૂર્વક વહન કર્યું. તત્પશ્ર્ચાત, તેમણે 1996માં ‘મુલુંડ જેસિસ’ના અધ્યક્ષપદની જવાબદારી સંભાળી અને 1997થી 2000 સુધી ‘મુંબઈ પ્રદેશ કોંગ્રેસ કમિટી’ના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી તરીકે સક્રિય ભૂમિકા નિભાવી. સાથે સાથે, તેઓ ‘મહાનગરી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી’ના સંસ્થાપક પણ રહ્યા જેણે આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
એટલું જ નહીં, તેઓ ‘સંત નરહરી સાર્વજનિક શિક્ષણ સંસ્થા’, ‘શિવમ મિત્ર મંડળ’, ‘ત્રિવેણી યુવક સંગમ’ (રજીસ્ટર્ડ) અને ‘આર્ય સમાજ મુલુંડ કોલોની’ જેવી સંસ્થાઓમાં સલાહકારરૂપે સતત યોગદાન આપતા રહ્યા. આ ઉપરાંત, ‘ઉત્તર ભારતીય સંઘ’ અને ‘મૈકા મહિલા ગૃહ ઉદ્યોગ’ના સલાહકારરૂપે તેમણે સમાજસેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
ઈ.સ. 1994માં તેઓ ‘રેલવે યુઝર્સ ક્ધસલ્ટેટીવ કમિટી’ થાણેના સભ્ય તરીકે રહ્યા. સન 1990થી આજ સુધી, તેઓ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રથમ ‘સ્પેશિયલ એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ’ (SEM) અને હાલ ‘સ્પેશિયલ એક્ઝિક્યુટીવ ઓફિસર’ (SEO) તરીકે તેમની સેવાઓ આપી રહ્યા છે.
એની સાથે જ, તેઓ ‘અખિલ ભારતીય રાષ્ટ્રીય એકતા નિર્મૂલન સમિતિ’ અને ‘સાહસ ટી વોર્ડ’ સાથે પણ સંકળાયેલા છે. સાથે જ, 1990માં (BMC) ઉમેદવારોની પસંદગી માટેની ‘સ્ક્રિનિંગ કમિટી’ના સભ્ય તેમ જ 1991ની લોકસભાની ચૂંટણી માટે ‘ઈલેક્શન કેમ્પેઈનિંગ કમિટી’ના સભ્ય તરીકે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ઈ.સ. 1995થી 2001 સુધી, તેમણે ‘સ્ટેશન ક્ધસલ્ટેટીવ કમિટી’ (NEDYCC) રેલવેના સભ્ય તરીકે કાર્ય કર્યું. આ ઉપરાંત, સન 1999થી 2000 સુધી ‘બાલરાજેશ્ર્વર મહાદેવ મંદિર’, ‘ધર્મશાળા અને સદાવ્રત ટ્રસ્ટ’ના સભ્ય તરીકે સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું છે.
આ ઉપરાંત, તેમણે વિભિન્ન સંસ્થાઓમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપીને તેમને સમ્માનિત કરી છે. તેમણે 1992થી 1997 સુધી મુંબઈ કોંગ્રેસ, મુલુંડ બ્લોક ક્રમાંક 85ના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું છે. ત્યારબાદ, 1998થી 2010 સુધી ‘ઉત્તર-પૂર્વ કોંગ્રેસ કમિટી  સ્લમ પ્રિવેન્શન સેલ’ના અધ્યક્ષ તેમ જ ‘સ્પેશિયલ એક્ઝિક્યુટીવ ઓફિસર ક્લબ’ મુંબઈના અધ્યક્ષ તરીકે પોતાની સેવાઓ પ્રદાન કરી છે. 1990થી 1993 સુધી તેમણે ‘મુલુંડ તાલુકા યુવા કોંગ્રેસ’ અને ‘ઓમ દત્તા દિગંબર સમર્થ સેના મંડળ’ના અધ્યક્ષપદની જવાબદારી નિભાવી છે.


ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સિંહએ આ સર્વ સામાજિક, રાજનૈતિક અને ધાર્મિક સંસથાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે.
સન 1988થી 1990 સુધી તેઓ ‘મુલુંડ તાલુકા યુવા કોન્ગ્રેસમાં સક્રિય ભૂમિકા નિભાવી. ત્યારબાદ સન 2006થી 2014 સુધી ‘ઉત્તર-પૂર્વ કોંગ્રેસ કમિટી’, ‘ઉત્તર-પૂર્વ જિલ્લા યુવા કોંગ્રેસ કમિટી’, ઉત્તર ભારતીય સંઘ, મુલુંડ’ અને બ્રાંચ બી.એ.એમ.એસ. ગ્રેજ્યુએટ એસોસિએશન’ સહિત વિવિધ સંસ્થાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ ‘ગ્રાહક માર્ગદર્શન અને સંરક્ષણ સમિતિ’ના સભ્ય તરીકે પણ કાર્યરત રહ્યા છે.
આ ઉપરાંત, ‘કલ્ચરલ કમિટી ઓફ શ્રી નાગરિક સભા, મુલુંડ’ના અધ્યક્ષપદે તેમણે સામાન્ય જનતા માટે વિભિન્ન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેનાથી લોકોનું જ્ઞાનવર્ધન થયું છે અને તેમને મનોરંજન સાથે પ્રેરણા મળી છે.
તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો એ સર્વ માટે પ્રેરણારૂપ છે, જેઓ સમાજસેવામાં પોતાનું યોગદાન આપવા માગે છે. તેમની સફળતા એ દર્શાવે છે કે સાચી લગ્ન, સંકલ્પ અને પરિશ્રમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. તેમનું જીવન સમાજસેવા અને નેતૃત્વનું એક અદ્વિતીય ઉદાહરણ છે, જે આવનારી પેઢીઓને નિરંતર પ્રેરિત કારતુ રહેશે.
વર્તમાન સમયમાં ડો. રાજેન્દ્ર પ્રસાદ સિંહ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ ‘આર. આર. એજ્યુકેશનલ ટ્રસ્ટ’, ‘મુલુંડ સિટિઝન ચેરિટેબલ ટ્રસ્ટ’, ‘રાજીવ વિચાર પ્રસાર મંચ’ના અધ્યક્ષ તરીકે કાર્યરત છે અને ‘સ્લમ સેલ (મુંબઈ કોંગ્રેસ)ના ઇન્ચાર્જ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. એની સાથે સાથે તેઓ ‘ત્રિવેદી ફાઉન્ડેશન (USA)’ના ટ્રસ્ટી, રયત મહાસંઘ ઉત્તર પૂર્વ મુંબઈ’ તેમ જ ‘ડીઝાયર ફાઉન્ડેશન’, ‘મુલુંડ પાન-બીડી વિક્રેતા સંઘ’ મુંબઈ અને ‘જય ભવાની ધામ’ જેવી અનેક સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપ્યું છે. ‘કામગાર સંઘર્ષ સેના’ (રજીસ્ટર્ડ)ના ખજાનચી તરીકે કાર્યરત છે. ‘સાઈ સંસ્થાન શિર્ડીના આજીવન સભ્ય બનીને સદભાવના વિકાસનું કાર્ય કરી રહ્યા છે.


તેમણે ‘શતાબ્દી’ કોંગ્રેસ ત્રિમાસિક પત્રિકાના સંપાદક તરીકે જન જાગૃતિનું કાર્ય કર્યું છે. સર્વ સંસ્થાઓને તેમના કુશળ નેતૃત્વ અને સૂઝબૂઝથી પ્રગતિના માર્ગે લઇ જવા માટે યોગદાન આપી રહ્યા છે.
તેમણે વિવિધ રાહત કાર્યો જેવા કે લાતૂર અને ઉસ્માનાબાદ ભૂકંપ રાહત, બિહારમાં પૂર રાહત અને મોરબી પૂર રાહતમાં મહત્વપૂર્ણ આર્થિક યોગદાન આપ્યું છે.આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા એક ઓટો રીક્ષા ચાલકના પરિવારને જીવનમાં કઠણ પરિસ્થિતિમાં તેમને આર્થિક સહાયતા કરીને તેમનો આધાર બન્યા. હોસ્પિટલમાં દર્દીઓને મફત ફળોનું પણ વિતરણ કર્યું. જો મહિલા સશક્તિકરણની વાત કરીએ તો તેમણે ‘મહિલા કોંગ્રેસ’ની બેઠકોનું આયોજન કર્યું અને મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપ્યું. મહિલાઓમાં સિલાઈ મશીનનું વિતરણ પણ કર્યું.
સમાજમાં એકતા લાવવા અને સાંસ્કૃતિક વારસાની વૃદ્ધિ કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું: અનુપ જલોટા નાઈટ, પંકજ ઉધાસ નાઈટ, કુમાર શાનુ નાઈટ, મોહમ્મદ અઝીઝ નાઈટ, બિરહા મુકાબલો, કવ્વાલી મુકાબલો, સુધા મલ્હોત્રા ભજન સંધ્યા, બાબલા ઓરકેસ્ટ્રા, હોળી સ્નેહ સંમેલન જેવા સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું સફળ આયોજન કર્યું. ડો. સિંહ અનેક સહકારી અને સમાજસેવી સંસ્થાઓ જેવી કે મહાનગરી, જીવન જ્યોત, ગંગા ગોદાવરી અને સંત નરહરી કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી સાથે જોડાઈને સહકાર કરતા રહ્યા છે. તેમણે પોતાના સમર્પિત અને કુશળ નેતૃત્વના માધ્યમથી સમાજ, શિક્ષણ અને સંસ્કૃતિ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમનું જીવન અન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.


ચિકિત્સા ક્ષેત્રે તેમનું યોગદાન પ્રશંસનીય છે. તેમણે 75000 દર્દીઓને ટીબીની દવાઓ નિ:શુલ્ક વિતરણ કરીને દર્દીઓને રોગમુક્ત કર્યા છે. 2100 દર્દીઓને મોતીબિંદુ નામની બીમારીથી મુક્તિ અપાવી. તેમણે એક બાજુ 51 વિકલાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ અપાવીને તેમના જીવનની મુશ્કેલીઓને ઉકેલી, તો બીજી બાજુ કોઢ, પોલીયો, ટ્રિપલ હેપીટાઈટીસ બી અને ટાઈફોઈડ વેક્સિનેશન કેમ્પ માટે મફત ઔષધ બેંકની વ્યવસ્થા કરી. આ ઉપરાંત, એમ્બ્યુલન્સ સેવા તથા તેમના દ્વારા આયોજિત સ્વાસ્થ્ય શિબિરોમાં આંખની તપાસ અને વેક્સિનેશન કાર્યક્રમ પણ સામેલ છે, જેના દ્વારા હજારો લોકોને લાભ થયો છે. તેઓ આ પ્રકારની સ્વાસ્થ્ય સેવાઓનું આયોજન નિયમિત કરતા રહે છે.
ડૉ. સિંહએ શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ આર. આર. એજ્યુકેશનલ ટ્રસ્ટ, જેનું ભૂમિપૂજન તત્કાલીન રાજ્યપાલ પી.સી. એલેકઝાન્ડરના શુભ હસ્તે થયું હતું. વર્તમાન સમયમાં તેમાં મરાઠી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલ, જુનિયર કોલેજ, હોટલ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ એકેડેમી, ડી.એડ. અને બી.એડ. કોલેજ (NAAC ACCREDITED) ચાલી રહી છે.
રાજીવ ગાંધી હાઈસ્કૂલ, (હિન્દી અને મરાઠી માધ્યમ), દયાનંદ વૈદિક પ્રાયમરી, સેકંડરી અને (જુનિયર કોલેજ સહિત)માં તેમણે વિદ્યાલયની સ્થાપનાથી લઈને આજ સુધી સફળ સંચાલનમાં મદદ કરી છે. તેમના નેતૃત્વમાં આ સંસ્થાઓએ હજારો વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રદાન કર્યું છે.


આર. આર. એજ્યુકેશનલ ટ્રસ્ટની શિક્ષણ પદ્ધતિથી સહુ પ્રભાવિત છે. મરાઠી અને અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન થતું રહે છે. નવી શૈક્ષણિક પદ્ધતિઓનો પ્રયોગ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. આર. આર. એજ્યુકેશનલ ટ્રસ્ટ ડી.એડ. અને બી.એડ કોલેજમાંથી નીકળેલા હજારો શિક્ષકો આજે દેશના ખૂણે-ખૂણામાં વિવિધ શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ આપીને દેશની ભાવિ પેઢીઓને ઘડવાનું કાર્ય કરી રહી છે. જુનિયર કોલેજ અને હોટેલ મેનેજમેન્ટમાંથી પણ અનેક તેજસ્વી વિદ્યાર્થીઓએ અનેક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. એ વિદ્યાર્થીઓ એમ માને છે કે તેમણે જે સ્થાન મેળવ્યું છે તે આ વિદ્યાના મંદિર આર. આર. એજ્યુકેશનલ ટ્રસ્ટથી મળેલા જ્ઞાન અને સહયોગનું ફળ છે. અહીં સ્પોર્ટ્સ એકેદેમીને શાનદાર રીતે સંચાલિત કરવામાં આવી રહી છે જેના લીધે વિદ્યાર્થીઓને રમતગમતમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવાનો અવસર મળ્યો છે. આ સંસ્થામાં ડિગ્રી કોલેજ અને મેનેજમેન્ટ કોલેજની સ્થાપનાનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. જે તેમના કુશળ નેતૃત્વને જ દર્શાવે છે. સમયાંતરે તેઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને યુવાનોને સશક્ત બનાવવા માટે નોટબૂક વિતરણ તેમ જ અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. જરૂરતમંદ વિદ્યાર્થીઓને ગણવેશ અને બૂટ પણ વિતરિત કર્યા છે જેને લીધે તેમનું શિક્ષણ અબાધિત રૂપે ચાલતું રહે.
રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા માટે ડૉ. સિંહએ અનેક કુસ્તી સ્પર્ધાઓ અને ક્રિકેટ મેચોનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમોએ યુવાઓને પ્રેરિત કર્યા છે અને તેમની પ્રતિભાને નિખારવા માટે મંચ ઉપલબ્ધ કર્યું છે. ‘મુલુંડ તાલુકા યુથ કોંગ્રેસ’ દ્વારા આયોજિત ક્રિકેટ મેચ અને કાર્યકર્તા પ્રશિક્ષણ શિબિરમાં ભાગીદારી તેમની દૂરદર્શિતા દર્શાવે છે. સાંપ્રદાયિક સદભાવનના પ્રબળ સમર્થક ડો. સિંહએ ઈદ મિલાદ અને શિવાજી જયંતીને સંયુક્ત રૂપે ઉજવવાનું આયોજન કર્યું, જેને લીધે સમુદાયો વચ્ચે એકબીજા પ્રત્યે સન્માન અને સમજને પ્રોત્સાહન મળ્યું. ‘એકતા અખંડતા સપ્તાહ’ જેવા આયોજન તેમના એકતા અને સમાવેશતાના સંદેશને મજબૂત કરે છે. તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો એ વાતના પ્રતિક છે કે સાચું નેતૃત્વ એ છે કે જે સમાજને ઉપર ઉઠાવે,વિભાજનને મીટાવે, સકારાત્મક પરિવર્તન તરફ અગ્રસર થાય.
પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે, 1980થી 1998 સુધી મુલુંડ વિસ્તારમાં વૃક્ષારોપણ અને પર્યાવરણને અનુકૂળ પ્રથાઓને પ્રોત્સાહન આપીને સમાજને એક સ્થાયી ભવિષ્ય તરફ અગ્રસર કર્યો. કુદરતી આફતો દરમ્યાન, તેમણે ભૂકંપ પીડિતો માટે પર્યાપ્ત ધનરાશિનું દાન અને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવી. આ ઉપરાંત, સમાજના નબળા વર્ગોને મફતમાં રોપાઓનું વિતરણ કર્યું. 2001ના ગુજરાત ભૂકંપ વખતે રાહત માટે રેલીનું આયોજન પણ તેમનો માનવીય દૃષ્ટિકોણ દર્શાવે છે. સુલભ શૌચાલયોનું ઉદ્ઘાટન, જીમ્નેશિયમનું નિર્માણ અને સ્થાનિક સુવિધાઓનો વિકાસ પણ તેમના કાર્યોમાં સામેલ છે.


તેમના પિતાશ્રી ભૂતપૂર્વ મેયર આર. આર. સિંહના કુશળ માર્ગદર્શન હેઠળ તેમણે પોતાની રાજનીતિક કારકિર્દીની શરૂઆત કરી. તેઓ ‘ઉત્તર પૂર્વ જિલ્લા કોંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમણે ‘યુવા કોંગ્રેસ અને કોંગ્રેસ (આઈ)’ના વિભિન્ન પદો પર કાર્ય કર્યું છે. અનેક મોરચા અને આંદોલનોનું નેતૃત્વ કર્યું છે, જેમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સામાજિક અન્યાયના વિરોધમાં પ્રદર્શન સામેલ છે. રાજનૈતિક નેતૃત્વ ફક્ત આંદોલન સુધી જ સીમિત ન રહ્યું, પરંતુ તેમણે ચૂંટણીઓમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેઓ મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર રહ્યા છે અને વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે કાર્ય કર્યું છે.


રાજનૈતિક ક્ષેત્રે, તેમણે રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નેહરૂ જેવા રાષ્ટ્રીય નેતાઓની સ્મૃતિને જીવંત રાખવા માટે અગત્યની સાર્વજનિક સભાઓનું આયોજન કર્યું છે. એમાંથી એક ઉલ્લેખનીય આયોજન 23 ફેબ્રુઆરી 1990ના ભારતરત્ન શ્રી રાજીવ ગાંધી દ્વારા સંબોધિત કરાયેલી સાર્વજનિક સભા હતી. ન્યાય અને રાજનૈતિક જવાબદારી પ્રત્યે તેમના સમર્પણનું ઉદાહરણ તત્કાલીન ઉપપ્રધાનમંત્રી શ્રી દેવી લાલના વિરોધમાં બોમ્બે હાઈકોર્ટમાં નોંધાવેલો કેસ છે, જે પછીથી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ સાહસ લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે તેમની પ્રતિબધ્ધતા દર્શાવે છે. તેમના નેતૃત્વમાં ‘જેલ ભરો આંદોલન’ અને ‘સેવ કાશ્મીર’ જેવા આંદોલનોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોંઘવારી, ટોલ ટેક્સ અને શાસકીય અનિયમિતતાના વિરોધમાં પ્રદર્શન તેમની લોકકલ્યાણકારી પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. તેમના નેતૃત્વમાં હાલમાં જ (10 ફેબ્રુઆરી 2025)માં મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષક સેનાને આર. આર. એજ્યુકેશનલ ટ્રસ્ટ, મુલુંડના પ્રાંગણમાં રાજ્ય સ્તરના શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની એક દિવસની મિટિંગ આયોજિત કરવામાં આવી જેમાં સમસ્ત રાજ્યમાંથી ચાર હજારથી વધુ શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ સામેલ થયા. આ મિટીંગમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ જી ઠાકરે સાહેબની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની. આ સભામાં વિશાલ સંખ્યામાં જનસમુદાય વચ્ચે કુલ 20 પ્રસ્તાવ અને વિભિન્ન શૈક્ષણિક માગણીઓ સ્વીકારવામાં આવી. સાથે સાથે દેશ, સમાજ અને આમ જનતાની સમસ્યાઓ ઉપર પણ ગહન ચર્ચા થઈ. ડૉ. સમાજ કલ્યાણ માટે આ પ્રકારના કાર્યો નિયમિત રૂપે કરતા રહે છે. તેમનું જીવન આપણા સૌ માટે પ્રેરણાદાયક છે. તેમના નેતૃત્વ અને પ્રયાસોને લીધે સમાજમાં એક નવી દિશાનો સંચાર થયો છે. તેમણે રાષ્ટ્રીય એકતા, સાંપ્રદાયિક સદભાવ અને સામાજિક કલ્યાણ માટે તેમનું જીવન સમર્પિત કર્યું છે. તેમના અથક પરિશ્રમ, લગન અને નિષ્ઠાથી કરવામાં આવેલા કાર્યો રાજનીતિ, સામાજિક સુધારણા, પર્યાવરણ સંરક્ષણ અને સામુદાયિક કલ્યાણ જેવા વિભિન્ન ક્ષેત્રોમાં જન સમુદાય માટે એક ઉદાહરણ સ્વરૂપ છે. આ કાર્ય સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં ચોક્કસ સહયોગી સાબિત થશે. આપને કોટિ કોટિ નમન.