
સમાચાર
સોમવાર, ૩૧ માર્ચ, ૨૦૨૫
કચ્છી લોહાણા સમાજની પ્રથમ મોબાઈલએપ સમાજને સમર્પિત : મનોજ ભાઈલાલ કોટક
આ વર્ષની ચૈત્રી બીજના પૂર્વ સંધ્યાએ કચ્છી લોહાણા સમાજ માટે એક હરખના સમાચાર છે કે દેશ-વિદેશમાં ક્યાં પણ વસતા કચ્છી લોહાણા જ્ઞાતિજન કચ્છી લોહાણા મોબાઈલ એપના માધ્યમથી જોડાઈ શકશે અને વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે. એ જ્યાં વસતો હોય રહે તો હોય ત્યાં જ્ઞાતિ મહાજન હોય કે ન હોય પણ સમગ્ર જ્ઞાતિ સાથે તે આ મોબાઈલ એપના માધ્યમથી વિશ્વ લોહાણા મહાજન સાથે સંલગ્ન રહી શકશે.
કચ્છી લોહાણા સમુદાય મહેનતું અને સાહસિક ભાવના માટે જાણીતો છે. જે સમગ્ર વિશ્વભરમાં આજે વસવાટ કરતો થયો છે. અગાઉ પાંચ, પંદર પરિવાર રહેતા થાય એટલે મહાજન બનાવે. જ્ઞાતિ સંગઠન મહાજનના નેજા હેઠળ જ્ઞાતિ બાંધવોને માટે સહાય કાર્ય કરે. સાંસ્કૃતિક મેળાવડા ઉત્સવ કરી સંગઠન મજબૂત કરી ભ્રાતૃભાવ અખંડ રહે એવા કાર્યો કરે.
આવા પ્રકારે નાના મોટા ગામો-શહેરોમાં મહાજનો પોતપોતાના વિસ્તારોમાં કાર્યો કરતા રહે છે. દરેક જ્ઞાતિ ટ્રસ્ટો અલગ અલગ ઉદ્દેશ પૂર્ણ કાર્યો કરી કચ્છી લોહાણા જ્ઞાતિજનોને મદદરૂપ બને છે. જેમાં ટ્રસ્ટ સંચાલિત મહાજનવાડી, હૉલ કે પ્રાંગણ જ્ઞાતિજનો માટે સબસિડી દરથી અપાય. વિદ્યાર્થીઓને શૈક્ષણિક ફી, બુક બેંક, યુનિફોર્મ ઈત્યાદિની મદદ, નબળી પરિસ્થિતિના જ્ઞાતિ પરિવારોને રોકડ આર્થિક સહાય કે દર માસે અનાજ વિગેરેની મદદ, શૈક્ષણિક લોન, વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન, ઈન્સ્યુરન્સ માટે મદદ, વૈવાહિક સેવાઓ માટે કાર્યો, સાંસ્કૃતિક ઉત્થાન માટેના કાર્યો ઈત્યાદી દ્વારા તેઓ પોતાના વિસ્તારના જ્ઞાતિજનો માટે સમર્પિત રહે છે.
ઘણા કચ્છી લોહાણા જ્ઞાતિજનો પ્રદેશ, રાજ્ય કે દેશના સેવા સ્થળોએ સ્થળાંતર કર્યું છે. જ્યાં સ્વ જ્ઞાતિને જોડતું કોઈ સંગઠન, મહાજન નથી, આજે જમાનો આધુનિક ટેકનોલોજીનો છે. આંગળીને ટેરવે સમાજ કે સમુદાય સાથે જોડાયેલા રહેવું સરળ છે. જે માટે તેમને મદદરૂપ થશે. કચ્છી લોહાણા મોબાઈલ એપ. જે ખાતરી આપે છે કે દરેકે દરેક જ્ઞાતિજન વિશ્ર્વના કોઈપણ સ્થળે વસતા જ્ઞાતિજન સાથે સંલગ્ન રહી શકશે.
કચ્છી લોહાણા એપ સાથે જોડાવવાની બે સરળ રીત છે. 1) એક અથવા વધુ કચ્છી લોહાણા મહાજન ટ્રસ્ટ પસંદ કરો જેની સાથે તમે હાલમાં જોડાયેલા છે. 2) તમે કચ્છી લોહાણા છો પરંતુ હજી સુધી કોઈ મહાજન સાથે જોડાયેલા નથી કે તમે રહો છે ત્યાં કોઈ જ્ઞાતિ મહાજન નથી. તો ગ્લોબલ કચ્છી તરીકે વિશ્ર્વ વ્યાપી કચ્છી લોહાણા નેટવર્ક સાથે જોડાવામાં મદદરૂપ થશે. જેને લીધે તમે જ્યાં પણ હો ત્યાં સુવિધાઓ અને સપોર્ટ માટે એક્સેસ મેળવી શકશો.
ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી Kutchi Lohana ટાઈપ કરીને એપ ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઈલનો ઉપયોગ કરો અને સમગ્ર વિશ્ર્વ જ્ઞાતિ સમુદાય સાથે કનેક્ટ રહો. જ્ઞાતિ એકતાની શક્તિ સાથે જ્ઞાતિ સાથે વિકાસ કરો.
Kutchi Lohana એપ સાથે જોડાવવાના ફાયદા
કચ્છી લોહાણા એપ તમારું વન સ્ટોપ સોલ્યુશન છે જે ફક્ત ને ફક્ત કચ્છી લોહાણા જ્ઞાતિજન માટે જ છે. બીજી રીતે કહીએ તો એ કચ્છી લોહાણા જ્ઞાતિજન હોવાનો પાસપોર્ટ કે ગ્લોબલ ઓળખ કાર્ડ છે. આપણા વડીલો જ્ઞાતિની સાથે રાખવા મહાજન કે ટ્રસ્ટ બનાવ્યા છે. Kutchi Lohana એપ હવે નવા જમાનાના માટે ઓનલાઈન મહાજન છે. જે પરંપરા સાચવીને, ટેકનોલોજીનો ઉપયોગ કરી ગામ, નગર, શહેર નહીં પણ વિશ્વભરના જ્ઞાતિજનોનું સંગઠન છે.
Kutchi Lohana એપની વિશેષતાઓ
તમારા સ્થાનિક મહાજન ટ્રસ્ટની સાથો સાથ વૈશ્ર્વિક સ્તરે જ્ઞાતિ સમુદાયના સમાચારોથી અપડેટ.
વૈવાહિક સેવાઓ : વિશ્વભરના કચ્છી લોહાણાઓમાંથી યોગ્ય પાત્રની પસંદગી સંબંધ મેળ માટેની શક્યતાઓ
બિઝનેસ ડિરેક્ટરી : વિશ્વભરના કચ્છી લોહાણા સાથે વ્યાપારની તકો ઉજળી બનાવો.
ફેમિલી ટ્રી : પૈતૃક અને માતૃત્વ કૌટુંબિક સંબંધનો વેલો બનાવો.
નૂખ ભાઈઓ સાથે રીતે રિવાજો, પરંપરાગત રૂઢિઓની સાચવણી કરો. દેવસ્થાન, કુળદેવીઓની માહિતીની આપલે કરો અને નવી પેઢીને સંલગ્ન કરો.
લગ્ન હૉલ, તબીબી સહાય, શિક્ષણ સહાય, સ્ટાર્ટ અપ ઈત્યાદિ વિશે વિગતોથી માહિતગાર થાઓ.
કાનૂની સહાય, આર્થિક સામાજીક પ્રશ્ર્નો માટે મદદ મેળવી શકો છો.
Kutchi Lohana એપમાં કોણ જોડાઈ શકે છે?
ભારતભરનાને વિદેશમાં ક્યાં પણ રહેતા કચ્છી લોહાણા જેઓ પોતાના જ્ઞાતિ બાંધવો સાથે ભ્રાતૃભાવનાથી જોડાઈ રહેવા માટે પોતાનું ગૌરવ સમજે છે.
આ જ્ઞાતિલક્ષી એપના સંકલ્પ કર્તા આઈટી એક્ષ્પર્ટ મનોજ ભાઈલાલ કોટક છે. જેઓ સ્વબળે, સ્વ ખર્ચે અને ઘણા વર્ષોની જહેમત કરી. આ એપને મૂર્ત સ્વરૂપ આપેલ છે. તેમનો ઉદેશ જ્ઞાતિને સંગઠિત રાખવા અને સંગઠનની તાકાતથી પ્રત્યેક જ્ઞાતિજનને મદદરૂપ થવાય એ જ ભાવનાથી કરેલ છે. પોતાના જ્ઞાન, સમજણ અનુભવ અને સમાજ પ્રત્યેની લાગણી આ કાર્ય માટે સમર્પિત કરેલ છે. જે જ્ઞાતિના ભવિષ્ય માટે એક વિરાટ અને ઉપયોગી માધ્યમ બનશે એવો વિશ્ર્વાસ તેમને છે.
આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં 35 વર્ષથી સંકળાયેલા ઈમેજ ઓનલાઈન પ્રા.લિમીટેડના ફાઉન્ડર અને મેનેજીંગ ડાયરેક્ટર મનોજ કોટક 18 દેશોમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે 60 દેશોના 400 પ્રતિનિધિઓ સાથે ભારતના સોફ્ટવેર પ્રમોશન અને એક્ષ્પોર્ટ માટે પરિસંવાદ કર્યો. ભારતભરના 18 શહેરોમાં 132 જેટલા ડિજિટલ માર્કેટીંગ પર લેક્ચર આપ્યાં છે. જેનો લાભ 12 હજાર વ્યવસાહિકો અને કંપની અધિકારીઓએ લીધો છે. તેમણે પબ્લિશ કરેલી કોટકસ નોન નોનસેન્સ ડિજિટલ માર્કેટિંગનું પુસ્તક વિશ્ર્વભરમાં પહોંચ્યું છે. એમની સિધ્ધિઓનો ઉલ્લેખ વિવિધ ભાષાઓના 27 મીડિયા જગતમાં થયું છે.
પ્રત્યેક ગામ-શહેરના મહાજન આ એપમાં કેવી રીતે જોડાઈ શકે છે?
જે માટે પ્રત્યેક મહાજનએ વોટસએપ નં.7058828384 ઉપર મેસેજ દ્વારા સંપર્ક કરવો. જેથી એપ નિ:શુલ્ક રીતે તે મહાજનને સમર્પિત કરાશે જેના દ્વારા તે મહાજન પોતાના મહાજનના સભ્યો સાથે ડિજિટલ રીતે જોડાઈ શકશે અને સભ્યોે તે પોતાના મહાજનની પ્રવૃત્તિઓની માહિતી આપી શકશે. સાથે સાથ તે મહાજનના દરેકે દરેક સભ્યો આ એપના માધ્યમથી વિશ્વભરના કચ્છી લોહાણાઓ સાથે જોડાઈ જશે.