
સમાચાર
ગુરુવાર, ૩ એપ્રિલ, ૨૦૨૫
રાજ્યમાં ફાસ્ટેગ ફરજિયાત કરાયો
ગઈ કાલ તા.1 એપ્રિલથી આખા મહારાષ્ટ્રમાં ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યું છે. દરેક મોટરિસ્ટે ફાસ્ટેગ લગાડવું જરૂરી છે. જો ફાસ્ટેગ નહીં હોય તો મોટરિસ્ટે રોકડામાં બમણો ટોલ ભરવો પડશે. ટોલ-નાકા પર રોકડમાં ટોલ ભરવા માટે પહેલાં લાંબી લાઈનો લાગતી હતી જેમાં લોકોનો કીમતી સમય અને ઇંધણ વેડફાતાં હતાં અને ટ્રાફિક જેમ પણ થતો હતો. એથી એ સમસ્યાનો ઉકેલ લાવવા ફાસ્ટેગ ઇન્ટ્રોડયુસ કરાયું હતું જેમાં ટૂ-વ્હીલર સિવાયનાં કાર અને અન્ય વાહનો પર ફાસ્ટેગનું સ્ટિકર ચોંટાડી ઑનલાઇન ટોલ ભરવાનો હોય છે. ટોલ-નાકા પર મૂકવામાં આવેલા સ્કેનર ગણતરીની સેક્ધડમાં ફાસ્ટેગ સ્કેન કરી એમાંથી ટોલની રકમ કાપી લેતા હોવાથી સમય અને ઇંધણ એમ બન્નેની બચત થાય છે. ફાસ્ટેગની સુવિધા માત્ર ટોલ ભરવા પૂરતી જ સીમિત ન રહેતાં એ ઍરપોર્ટ કે અન્ય પાર્કિંગ લોટમાં પેમેન્ટ કરવા પણ બહુ જ સરળ રહે છે. વળી એક્ઝેક્ટ રકમ કપાય છે. અને એનો મેસેજ પણ મોટરિસ્ટને મળી જતો હોવાથી એમ કોઈ શંકાને સ્થાન રહેતું નથી.