
તંદુરસ્તી
એપ્રિલ એ મહિલાઓની આંખોના સ્વાસ્થ્ય અને સલામતીનો મહિનો છે
દ્રષ્ટિ જીવનના તમામ પાસાઓને અસર કરે છે. સ્ત્રીઓમાં આંખોના સ્વાસ્થ્ય અને દ્રષ્ટિની સમસ્યાઓનું જોખમ પુરુષો કરતાં વધુ હોય છે જે તેમના જીવનની ગુણવત્તાને અસર કરી શકે છે, જેમ કે ગ્લુકોમા અને ઉંમર-સંબંધિત મેક્યુલર ડિજનરેશન. આંખના ઘણા રોગો અને સમસ્યાઓની સારવાર કરી શકાય છે અને જો સમયસર નિદાન કરવામાં આવે તો શક્યત: તેને અટકાવી શકાય છે.
સ્ત્રીઓની આંખોનું સ્વાસ્થ્ય શા માટે મહત્વનું છે?
પુરુષો કરતાં સ્ત્રીઓમાં દ્રષ્ટિની સમસ્યાઓ વધુ હોવાના મુખ્ય કારણોમાંનું એક એ છે કે તેઓ સામાન્ય રીતે લાંબુ જીવે છે. ઉંમર વધવાની સાથે દ્રષ્ટિની ઘણી સમસ્યાઓ થાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં દ્રષ્ટિની સમસ્યાઓ થવાની શક્યતા વધુ હોવાનું બીજું એક કારણ સ્ત્રીઓના હોર્મોનમાં થતી વધઘટ છે. હોર્મોનમાં ફેરફાર આ પરિસ્થિતિ દરમ્યાન થઈ શકે છે:
ગર્ભાવસ્થા : ગર્ભાવસ્થા દરમ્યાન હોર્મોનમાં ફેરફારને કારણે પ્રવાહી રીટેન્શન દ્રષ્ટિની ઝાંખપ તરફ દોરી શકે છે. આ અને ગર્ભાવસ્થા સંબંધિત અન્ય દ્રષ્ટિ ફેરફારો સામાન્ય રીતે સ્ત્રી બાળકને જન્મ આપે તે પછી અદૃશ્ય થઈ જાય છે.મેનોપોઝ : સ્ત્રીઓ મેનોપોઝ દરમિયાન નોંધપાત્ર હોર્મોનલ ફેરફારોનો પણ અનુભવ કરે છે. પ્રી-અને પોસ્ટ મેનોપોઝલ સ્ત્રીઓમાં સૂકી આંખ (dry eye) થવાનું સામાન્ય છે.
સામાન્ય રીતે સ્ત્રીઓને અસર કરતી આંખની સમસ્યાઓ: મોટા ભાગની આંખોના સ્વાસ્થ્ય અને દ્રષ્ટિની સમસ્યાઓ પુરુષો અને સ્ત્રીઓ બંનેને સમાન રીતે અસર કરે છે. જો કે, સ્ત્રીઓને આંખની કેટલીક સમસ્યાઓ થવાનું જોખમ વધારે હોય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
સૂકી આંખના લક્ષણો (ડ્રાય આઈ સિન્ડ્રોમ) : આ સમસ્યાના લક્ષણોમાં ખંજવાળ, બળતરા, ઝાંખી દ્રષ્ટિ અને પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતાનો સમાવેશ થાય છે. ડ્રાય આઈ સિન્ડ્રોમ આંખના આગળના ભાગને નુકસાન પહોંચાડી શકે છે અને દ્રષ્ટિની ક્ષતિ તરફ દોરી શકે છે.
ઉંમર-સંબંધિત મેક્યુલર ડિજનરેશન (AMD) : AMD એ આંખની એક એવી સ્થિતિ છે જે કેન્દ્રીય દ્રષ્ટિ (ભયક્ષિફિંહ દશતશજ્ઞક્ષ) ગુમાવવાનું કારણ બને છે. 50વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં દ્રષ્ટિ ગુમાવવાનું તે સૌથી સામાન્ય કારણ છે.
સ્વયંપ્રતિરક્ષા રોગો (ફીજ્ઞિંશળળીક્ષય મશતયફતયત) : કેટલાક ઓટોઈમ્યુન રોગો આંખોને અસર કરી શકે છે અને આંખની સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમાં લ્યુપસ, થાઇરોઇડ આંખનો રોગ, રુમેટોઇડ આર્થ્રાઈટીસ અને મલ્ટીપલ સ્ક્લેરોસિસ (ખજ)નો સમાવેશ થાય છે.
મોતિયા : આંખના કુદરતી લેન્સનું આ ધુમ્મસિયું થવું દૃષ્ટિની ઝાંખપનું કારણ બની શકે છે.
મહિલાઓ માટે આંખના સ્વાસ્થ્ય માટેની ટિપ્સ: તમારી આંખના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી એ તમારી દ્રષ્ટિનું રક્ષણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અહીં કેટલીક આદતો છે જે તમારી આંખના સ્વાસ્થ્યને જાળવવામાં અને આંખના રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે:
નિયમિત આંખની વ્યાપક તપાસ કરાવો : 18 થી 64 વર્ષની મહિલાઓએ વર્ષમાં ઓછામાં ઓછા એક વખત આંખની તપાસ કરાવવી જોઈએ.
સ્વસ્થ આહાર લો : માછલી, લીન માંસ, આખા અનાજ, બ્રાઈટ કલરના ફળો અને પાંદડાવાળા લીલા શાકભાજી જેવા આંખના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતો આહાર લો. સક્રિય રહો : કસરત તમારી આંખોને સ્વસ્થ રાખવાનો એક સારો રસ્તો છે કારણ કે તે ડાયાબિટીસ તેમ જ દ્રષ્ટિને અસર કરી શકે તેવી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.
સનગ્લાસ પહેરો : સૂર્ય અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણો ઉત્સર્જિત કરે છે જે વાદળછાયા દિવસોમાં પણ તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે તેથી સનગ્લાસ પહેરો.
જરૂર પડે ત્યારે રક્ષણાત્મક ચશ્માનો ઉપયોગ કરો : રમતગમત કરતી વખતે અથવા જોખમી પદાર્થો સાથે કામ કરતી વખતે કે અન્ય આંખ માટે જોખમી હોય તેવી પરિસ્થિતિઓમાં રક્ષણાત્મક ચશ્માં પહેરવા હિતાવહ છે.
ધૂમ્રપાન છોડી દો : ધૂમ્રપાન તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે અને વય-સંબંધિત મેક્યુલર ડિજનરેશન અને મોતિયા જેવી આંખની સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. મહિલાઓ ઘણીવાર એક સાથે અનેક જવાબદારીઓ નિભાવે છે, જેમાં કામ અને બાળકો તેમ જ કુટુંબના અન્ય સભ્યોની સંભાળ રાખવાનો સમાવેશ થાય છે. તે સિવાય મહિલાઓ બીજી ઘણી પ્રવૃત્તિઓમાં પણ સામેલ હોય છે. નિયમિત આંખની તપાસ કરાવવાથી તમારી આંખો સ્વસ્થ રહે અને તમે સ્પષ્ટ રીતે જોઈ શકો તેની ખાતરી કરવામાં મદદ મળી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં કરેલું રોકાણ આજે અને ભવિષ્યમાં ફળ આપી શકે છે.