રવિવાર, ૬ જુલાઈ, ૨૦૨૫

બિઝનેસ

લાયન્સ ક્લબ ઓફ મુલુંડ દ્વારા નોટબુકનું વિતરણ

શનિવાર, તા. 31મી મે ના દિવસે લાયન્સ ક્લબ ઓફ મુલુંડના પ્રેસિડેન્ટ લાયન ભરત છેડાની અધ્યક્ષતામાં લાયન્સ ક્લબ ઓફ મુલુંડ દ્વારા 1200 ડઝન નોટ બુકનું વિતરણ રાહતના દરે કરવામાં આવ્યું જેનો લાભ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓએ લીધો. સેક્રેટરી લાયન પલ્લવી અગ્રવાલ, ટ્રેઝરાર લાયન જીતેન્દ્ર છાબડા અને પ્રોજેક્ટના ચેરમેન લાયન રાજેશ ઠક્કર, લાયન ડોક્ટર મનીષ કોઠારી અને લાયન અનિલ અગ્રવાલ એ કાર્યક્રમની સફળતા માટે જહેમત કરી હતી. લાયન મેમ્બર્સ  એસ.કે.પટેલ, શીલ અરોરા, રીતા કતિયાલ, નીપા લાખાણી, હીરન  કોઠારી, ગૌરવ ઠક્કર,  રાજેશ મજેઠીયા અને બિપીન નાયક  હાજર રહ્યા હતા. ડૉક્ટર કામથ અને ઝોન ચેરમેન લાયન ચૈતન્ય ઠક્કરએ વિશેષ હાજરી આપી હતી અને ગુજરમાત ન્યુઝ પેપરની ટીમે કાર્યક્રમના સુચારૂ સંચાલનમાં  સહયોગ આપ્યો હતો.