
સમાચાર
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
સક્ષમ પ્રતિષ્ઠાન અને ભૂતપૂર્વ નગરસેવિકા સમિતા કાંબલે દ્વારા યોગદિવસની ઉજવણી
દર વર્ષે 21 જૂને વિશ્ર્વભરના લોકો યોગના મૂલ્ય અને ફાયદા વિશે જાગૃતિ લાવવા માટે આંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણી કરે છે.
ભૂતપૂર્વ નગરસેવિકા સમિતા કાંબલે અને સક્ષમ પ્રતિષ્ઠાન દ્વારા પણ છેલ્લા દસ વર્ષથી યોગ દિવસ નિમિત્તે યોગગુરૂ જયંત વાડ અને જ્યોતિ વાડના સહયોગથી યોગાનું આયોજન કરવામાં આવે છે. વર્ષે પણ શનિવાર તા.21 જૂન ના રોજ સવારે 8 વાગ્યાથી ધ પેલેસ બેન્ક્વેટ હોલ, વિકાસ સેન્ટર, એન.એસ.એસ.એલ. રોડ જંકશન મુલુંડ વેસ્ટ ખાતે યોગસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રસંગે ભાજપના વિનાયક કામત, જિલ્લા ઉપાધ્યક્ષ વિનોદ કાંબલે, મધ્ય મુલુંડ અધ્યક્ષ પૂજા સિન્નારી, વોર્ડ અધ્યક્ષ મનીષ જોશી, સુનિલ ટોપલે, દર્શનાબેન રાઠોડ, પ્રકાશ મોટે, મયુર મોટે, સંગીની ગ્રુપના ગીતાબેન શાહ, હિનાબેન વગેરેએ ઉપસ્થિત રહી યોગસત્રનો લાભ લીધો હતો.