
સમાચાર
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
પૂજા હેલ્થકેર દ્વારા આયોજિત મેડિકલ કેમ્પને મુલુંડવાસીઓનો સુંદર પ્રતિસાદ

ડૉ. પુંજાણીના પૂજા હેલ્થકેર દ્વારા તા.22 જૂનના રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી મુલુંડના નાગરિકો માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેડિકલ કેમ્પને મુલુંડના નાગરિકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, આ કેમ્પમાં 150 નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી જેમાં જનરલ સ્ક્રીનિંગ, બ્લડ ટેસ્ટ (ક્લિનિકો ડાયગ્નોસ્ટિક લેબ), બોન ડેન્સિટોમેટ્રી, ફૂટ આર્ચ એનાલિસિસ, ઊઈૠ અને નિષ્ણાત ડોકટરો સાથે પરામર્શનો સમાવેશ થતો હતો. જેમાં ડૉ. રમેશ પુંજાણી (સર્જન), ડૉ. ચેતના પુંજાણી, ડૉ. કૃષ્ણા સોલંકી (સર્જન), ડૉ. પ્રતીક શિર્કે (નેફ્રોલોજિસ્ટ), ડૉ. કેયુર રાઠોડ (કાર્ડિયોલોજિસ્ટ), ડૉ. અમોલ નાનાવારે (ફિઝિશિયન), ડૉ. અંશૂલ સંઘવી (ફિઝિશિયન), ડૉ. ઉત્તમ તાંબે (ઓર્થોપેડિક સર્જન), ડૉ. ધ્વની દેસાઈ (ફિઝિઓથેરાપિસ્ટ), ડૉ. પ્રતીક દોશી (ઓન્કો-સર્જન)નો સમાવેશ થતો હતો.
આ મેડિકલ કેમ્પની મનોજ કોટક, બિરજુ મુંદડા, અલ્પેશ દેઢિયા, જય દેઢિયા, કુલીન લુઠિયા (માનવ જ્યોત), મૂલરાજ હરખાણી, ડૉ. રાકેશ શાહ, ડૉ. માનસ મેંગર, ડૉ. પૂજા વ્યાસ સહિત મુલુંડના અનેક અગ્રણી મહાનુભાવો તેમ જ અનેક મિત્રો અને સંબંધીઓએ મુલાકાત લીધી હતી.
આ મેડિકલ કેમ્પમાં સહભાગી થનાર સર્વ નાગરિકોને 28 સામાન્ય બીમારીઓનો તેમના ઘરે સલામત ઉપચારો કરવાનું માર્ગદર્શન આપતું એક પુસ્તક (હેલ્થલાઇન) આપવામાં આવ્યું હતું.