
સમાચાર
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
આઈડિયલ હોમ વેલ્ફર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ
આઇડિયલ હોમ વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પનવેલ સ્થિત ન્યૂ ઈંગ્લિશ સ્કૂલ, માર્કેટ યાર્ડ ખાતે વિધાર્થીઓ ને શાળા ઉપયોગી વસ્તુઓ નું વિતરણ કરવામાં આવ્યું. શુક્રવાર, તા. 20 જૂન 2025 ના આ વિતરણના કાર્યક્રમમાં રયાત શિક્ષણ સંસ્થા સતારા રાયગઢ જિલ્લાના મુખ્ય અધિકારી શ્રી વિલાસ રાવ જગતાપ હાજર રહ્યા હતા. આઇડિયલ હોમ વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળા ના તમામ 230 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, એક્ઝામ પૅડ, 6 લોંગ બુક, જ્યોમેટ્રી બોક્સ, વોટર બોટલ,બુક કવર, 2 બોલપેનની સાથે નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. શાળાના ગરીબ વિદ્યાર્થીઓને તમામ સામગ્રી મળતા, ખુશીનો માહોલ છવાઈ ગયું. આ સંપૂર્ણ પ્રોગ્રામ દિલેર દાતાઓના સહયોગથી પૂરૂં પાડવામાં આવ્યું. આઇડિયલ હોમ વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટ વતી બધાજ દાતાઓનું ખરા દિલથી આભાર માનવામાં આવ્યો હતો.
