
સમાચાર
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
સ્વીડનના કોન્સ્યુલ જનરલે મુલુંડની હીરામોંઘી નવનીત હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી સ્વાસ્થ્ય ક્ષેત્રે હોસ્પિટલની કામગીરી અને પરોપકારી ભાવનાની પ્રશંસા કરી
મંગળવાર, તા. 24 જૂનના રોજ સ્વીડનના કોન્સુલ જનરલ સ્વેન ઓટ્સબર્ગ અને ધ્યાનેશ સુખતનકર (ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર)એ મુલુંડમાં પ્રગતિ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત હીરામોંઘી નવનીત હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પ્રગતિ હોસ્પિટલ દ્વારા મુલુંડ અને આસપાસના પરિસરના નાગરિકોના લાભાર્થે સ્વાસ્થ્ય ક્ષેત્રે કરાતી ઉત્તમ કામગીરી અને પરોપકારી ભાવના પ્રત્યે તેમણે ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સ્વેન ઓટ્સબર્ગએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં સ્વીડન પ્રગતિ હોસ્પિટલ એકબીજાને સહકાર આપીને સ્વાસ્થ્ય ક્ષેત્રે અપાતી સેવાનો વિસ્તાર કરી શકે છે.