
સમાચાર
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
રિધ્ધિ સિધ્ધિ ગ્રુપની શાનદાર રજૂઆત: ગમતાં મનગમતાં
રિધ્ધિ સિધ્ધિ ગ્રુપનો આગામી કાર્યક્રમ ગુજરાતી નાટક કૌસ્તુભ ત્રિવેદી પ્રસ્તુત દિલીપ રાવલ લિખિત, ફિરોઝ ભગત દિગ્દર્શિત ’ગમતાં મનગમતાં’નું આયોજન સોમવાર, તા.30 જૂનના રાત્રે 9 કલાકે કાલિદાસ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે.
ઘરમાં દાદા અને દાદી શબ્દ બોલાતો હોય તો આ નાટક જરૂર ફેમિલી સાથે માણશો. તમારો દીકરો અમેરિકા હોય અને પ્રેમ કરે તો તેને તરછોડતા નહીં. સંસાર સુખી કરવો હોય તો આ નાટક જરૂર જોશો. નાટક જોયા પછી તમને એમ લાગશે કે આ ઘટના કદાચ તમારા ઘરમાં પણ બની ગઈ હોય. હરખના આંસુ અને સામે ઊભી હોય સાસુ. તો તમારી ટિકિટ વહેલાસર ફોન ઉપર બુક કરાવી લેશો. બુક માય શોમાં પણ ટિકિટ બુક કરાવી શકશો. નવા મેમ્બરશીપ ફોર્મ તાત્કાલિક ભરી આપી દેશો. બાલ્કનીની રૂા. 200ની ટિકિટ રૂા. 100માં મળશે. સંપર્ક : રાજેન્દ્ર અગરબત્તી: 98203 02902, વિશાલ મહેતા : 9819026737. ઓફિસ: રિદ્ધિ સિદ્ધિ ટેલર, 11, બીપીએસ પ્લાઝા, બેસ્ટ ડેપોની બાજુમાં, દેવીદયાલ રોડ, મુલુંડ (વેસ્ટ).