રવિવાર, ૬ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૨ જુલાઈ, ૨૦૨૫

બીએમસીની આગામી ચૂંટણી તૈયારીઓ માટે ભાજપાના ઈશાન મુંબઈના પ્રભારી તરીકે મિહિર કોટેચા અને મનોજ કોટક

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી 2025 માટેની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતાપક્ષ દ્વારા મુંબઈના છ જીલ્લા માટે દરેક જીલ્લાવાર ધોરણે બબ્બે પ્રભારીની નિમણૂંક કરવામાં આવી છે.
ઈશાન મુંબઈ જીલ્લા માટેના તમામ 40 વોર્ડની જાત તપાસ કરીને અહેવાલ સુપરત કરવાની જવાબદારી મુલુંડના વિધાનસભ્ય મિહીર કોટેચા અને માજી સાંસદ મનોજ કોટકને સોંપવામાં આવી છે.
ઈશાન મુંબઈમાં મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, કાંજુર માર્ગ, ઘાટકોપર અને માનખુર્દની કુલ મળીને બીએમસીમાં 40 બેઠકો છે. આ તમામ 40 બેઠકોના ઉમેદવારોની પસંદગીની જવાબદારી મુલુંડના વિધમાન વિધાયક અને માજી સાંસદને સુપરત કરવામાં આવી છે.