રવિવાર, ૬ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૨ જુલાઈ, ૨૦૨૫

રોટરી ક્લબ ઓફ મુલુંડ હિલ્સ, રોટ્રેકટ ક્લબ ઓફ મુલુંડ હિલ્સ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

રોટરી ક્લબ ઓફ મુલુંડ હિલ્સ અને રોટ્રેકટ ક્લબ ઓફ મુલુંડ હિલ્સ દ્વારા તા. 1 જુલાઈના રોજ સવારના 9થી સાંજે 5:30 દરમ્યાન મુલુંડ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 76 બોટલ રક્ત એકઠું થયું હતું. એનએસએસ અને મુલુંડ કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ પણ આ શિબિરમાં સહભાગી થયા હતા. રોટરી ડીસ્ટ્રીકટ દ્વારા શરૂૂ કરાયેલા આગામી 12 દિવસ ચાલનારા આ ‘સેવા મહોત્સવ’ અંતર્ગત આ પ્રથમ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘સેવા મહોત્સવ’ અંતર્ગત વિવિધ સમાજસેવાના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. આ સેવાકાર્યો માટે દાન આપવા તેમ જ રોટ્રેકટ ક્લબના સભ્ય બનવા માટે સંપર્ક: રોટ્રેકટ ક્લબ ઓફ મુલુંડ હિલ્સના પ્રેસિડેન્ટ કિંજલ મેહતાનો મોબાઈલ નં. 8369287841 ઉપર સંપર્ક કરવો.