રવિવાર, ૬ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૨ જુલાઈ, ૨૦૨૫

રોટરી ક્લબ ઓફ મુલુંડ દ્વારા વિદ્યાર્થીઓને વોકેશન લર્નિગ સ્કોલરશીપ અપાઈ

રોટરી ક્લબ ઓફ મુલુંડ ટકજ વોકેશનલ લર્નિગ સ્કોલરશીપ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં 13 વિદ્યાર્થીઓને 8 લાખ રૂપિયા વગર વ્યાજની લોન આપવામાં આવી હતી. છેલ્લાં 13 વર્ષમાં કુલ 931 વિદ્યાર્થીઓને 10 કરોડ અને 26 લાખ જેટલી લોન આપવામાં આવી છે. દર વર્ષે આ વિદ્યાર્થીઓનું ગેટ ટુ ગેધર યોજે છે. રવિવાર, તા. 22 મી જૂન 2025ના રોજ યોજાયેલ 2025ના વાર્ષિક ટકજ ગેટ ટુ ગેધરના કાર્યક્રમના મુખ્ય મહેમાન મેરેથોન ગ્રુપના ચેરમેન ચેતનભાઈ આર.શાહ હતા.
ટકજ સમિતિના સભ્યો, સ્વયંસેવકો અને રોટરી પરિવારના સભ્ય તમામ સભ્યોને સમર્થન બદલ સન્માનિત કરવામાં આવ્યા. રોટરી ક્લબ વતી હંસકુમાર શાહ, રાજેશ ગુપ્તા, પ્રદીપ રાણે ટકજ ની 
વાતો કરી.
વિદ્યાર્થીઓ વતી પોતાની ટકજ લોન પૂરી કરનાર પ્રગતિ સતારડેકર, સિધ્ધિ શાહ, દિપેશ પટેલ પોતાના વિચાર વ્યક્ત કર્યા. જરૂરતના સમયે લોન મળી એટલે અભ્યાસ પૂરા કરી શક્યા વિગેર વિગેરે તેમણે રોટરી ક્લબ ઓફ મુલુંડનો આભાર માન્યો. 31 વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ લોન પૂરી કરી. સર્વેને પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ વિદ્યાર્થીઓના નામો ડોલર શાહે જણાવ્યા. માનદમંત્રી શ્રીમતી તારા માલદેએ મુખ્ય મહેમાન  ચેતનભાઈનો પરિચય કરાવ્યો. મુખ્ય મહેમાન ચેતનભાઈનું ભાષણ ખૂબજ સરસ હતું. તેમના બી.ટેક બેચે આઈઆઈટી બોમ્બેને 300 કરોડથી વધુદાન કેવી રીતે આપ્યું તે અંગેના તેમના વર્ણનમાં વી.એલ.એસ.વિદ્યાર્થીઓ માટે જ નહિ. પણ આપણા માટે પણ એક સુક્ષ્મ સંદેશ હતો. નેટવર્કિંગ વિશેની સલાહ ફક્ત વિદ્યાર્થીઓ માટે જ નહી પણ આપણા માટે પણ ખૂબજ ઉપયોગી થશે. ચેતનભાઈને પ્રેક્ષકો તરફથી સ્વયંભુ સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું. વિશાલ ઠક્કરે આભાર માન્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે તાલીમ સત્રો યોજાયા. તેમાં દુર્ગેશ ભટ્ટે દુનિયા સમક્ષ સ્વયંને રજૂ કરો. વિષય પર સંચાલન કર્યું. અશોક મહાજન દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.
સાયબર ક્રાઈમ સેલના 2 પોલીસ અધિકારીઓ અઙઈં રવિન્દ્ર માને અને સાગર ડુબલેએ પોતાને સાયબર ક્રાઈમથી કેવી રીતે બચાવવું તે વિશે ખૂબજ માહિતીપ્રદ અને વ્યવહારુ સલાહથી ભરેલ ભાષણ આપ્યું હતું. આર.ડી.પટેલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમ સવારે 10 થી સાંજે પાચ વાગ્યા સુધી ચાલ્યો. સર્વેને લંચ, ચા-કોફી વિગેરે આપવામાં આવ્યા. 281થી વધુ લોકોની હાજરી હતી. પ્રોજેક્ટ ચેરમેન સુધીર જોષીએ સર્વેનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
ઉપરોક્ત માહિતી પી.આર.ઓ.શ્રીમતી અનસુયાબેન શાહે જણાવેલ છે.