સોમવાર, ૨૫ ઑગસ્ટ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૨૩ જુલાઈ, ૨૦૨૫

રોટરી ક્લબ ઓફ મુલુંડ હિલ વ્યુ દ્વારા શિક્ષણ ક્ષેત્રે બેનમૂન સેવા કાર્ય

રોટરી ક્લબ ઓફ મુલુંડ હિલ વ્યુએ આ વર્ષે 25 વર્ષ પૂર્ણ કરેલ છે. ડૉ. મનીષ મોટવાણી જેમની આસ્થા હેલ્થ કેર હોસ્પિટલ છે અને તે બેરિયાટ્રિક્સ સર્જન છે જે હિલ વ્યુ ક્લબ માટે ખુબ જ ગર્વની વાત છે કે ડૉ. મનીષ મોટવાણી 2025/2026 નાં મુંબઈ ડિસ્ટ્રિક્ટ 3141 ના ગવર્નર છે. આ વર્ષનાં પ્રેસિડેન્ટ સીએ કાશ્મીરા ગણાત્રા છે તે 11 વર્ષ થી આ ક્લબ માં છે અને અનેક પ્રોજેક્ટ કર્યા છે. રોટરી ક્લબ ઓફ મુલુંડ હિલ વ્યુ નો flagship project back in school છે. આ ક્લબ દ્વારા છેલ્લા 9 વર્ષોથી અનેક વિદ્યાર્થીઓની શાળા અને કોલેજની ફી ભરવામાં આવેલ છે. અત્યાર સુધી હિલ વ્યુ ક્લબે 1 કરોડ 25 લાખની ફી ભરી છે. 

આ વર્ષે પણ તા.19 જુલાઈનાં પ્રોજેક્ટનાં પહેલા રાઉન્ડમાં 135 વિદ્યાર્થીઓની રૂા.10 લાખ જેટલી ફી માટે ચેક આપવામાં આવ્યા હતાં. આ પ્રોજેક્ટનાં ચેરપર્સન સ્નેહ મલ્હોત્રા છે. જેમણે ઘણી મહેનતથી જરૂરિયાતમંદો સુધી આ ફી પહોંચાડી છે. પ્રોજેક્ટ માટે ક્લબના મેમ્બર અને બીજા ડોનરનો ખુબ જ સાથ સહકાર મળેલ છે. તે બદલ રોટરી ક્લબ ઓફ મુલુંડ હિલ વ્યુ ખુબ ખુબ આભારી છે. Literacy for all આ ધ્યેય સાથે આ ક્લબ એજ્યુકેશન માટે ખુબ જ સારું કામ કરી રહ્યું છે. ગયા વર્ષે જી.શંકરના પ્રેસિડેન્ટશીપમાં પણ એક આંગણવાડી બનાવવામાં આવી હતી અને ઑમેગા સ્કૂલ ખિંડીપાડામાં લાયબ્રેરી બનાવવામાં આવી હતી. આ વર્ષે કાશ્મીરા ગણાત્રાના હસ્તે હિલ વ્યુ ક્લબે દહાણુમાં ZP school માં નવમા અને દસમા ધોરણ શાળાનું ઉદ્ઘાટન કર્યું છે જ્યાં 300થી વધારે વિદ્યાર્થીઓ ભણી શકશે. આ પ્રોજેક્ટ માટે રોટરી ક્લબ ઓફ દહાણુનો પણ ખુબ જ સપોર્ટ રહ્યો હતો. હિલ વ્યુ ક્લબે આ વર્ષે હજી સુધી 400 વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનની વ્યવસ્થા કરી છે. હજી પણ 250 વિદ્યાર્થીઓનું લિસ્ટમાં નામ છે, જે માટે પણ ક્લબ મહેનત કરી રહ્યું છે. જે કોઈ પણ આ કાર્ય માટે ડોનેશન આપવા માટે ઈચ્છીત હોય તેઓ એ કાશ્મીરા ગણાત્રાનો 9833619679 નંબર પર સંપર્ક કરી શકે છે.