મંગળવાર, ૨૬ ઑગસ્ટ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૨૩ જુલાઈ, ૨૦૨૫

ગ્રાફોલોજી અને ન્યુમેરોલોજી દ્વારા સમસ્યાઓ હલ કરીને લોકોના જીવનમાં બદલાવ લાવતા મુલુંડના મૈત્રી શાહ

ગ્રાફોલોજી મુજબ, હેન્ડરાઇટિંગ એ માત્ર લખાણ નથી  તે તમારું બ્રેન રાઇટિંગ છે.
અર્થાત, તમે કેવી રીતે લખો છો, તે દર્શાવે છે કે તમે કેવી રીતે વિચારો છો અને વર્તો છો.
જ્યારે તમે તમારી હેન્ડરાઇટિંગમાં બદલાવ લાવો છો, ત્યારે તમારી વ્યક્તિત્વ અને વર્તનમાં પણ બદલાવ શક્ય 
બને છે.
અટલાં માટે, જો બાળકમાં કોઈ વર્તન સબંધિત સમસ્યા હોય,
તો તેને હેન્ડરાઇટિંગ થેરાપી દ્વારા સુધારવી શક્ય છે.
લખાણ બદલો... વ્યક્તિત્વ બદલો...
ગ્રાફોલોજી અને ન્યુમેરોલોજી દ્વારા સમસ્યાઓ હલ કરીને લોકોના જીવનમાં બદલાવ લાવતા મુલુંડના મૈત્રી શાહ
ગ્રાફોલોજી (હસ્તાક્ષરવિજ્ઞાન) અને ન્યુમેરોલોજી (અંકવિજ્ઞાન) એ વ્યક્તિના સ્વભાવ, વિચારશૈલી અને ભાવિ સંબંધિત જાણકારી આપતી શાસ્ત્રીય પદ્ધતિઓ છે. હસ્તાક્ષરના માધ્યમથી વ્યક્તિની અંદરની ઊર્જા અને માનસિકતા ઓળખી શકાય છે અને તેમાં સુધારા કરીને આત્મવિશ્વાસ, ધ્યાન કે લક્ષ્ય પ્રાપ્તિમાં બદલાવ લાવી શકાય છે. ન્યુમેરોલોજી દ્વારા જન્મતારીખના આંકડાઓના આધારે જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે યોગ્ય સમય, નામફેરફાર કે નિર્ણયો લઈ શકાય છે. આ બંને પદ્ધતિઓ માર્ગદર્શનરૂપ બની વ્યક્તિના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આ પદ્ધતિઓ દ્વારા અનેક લોકોના જીવનમાં બદલાવ લાવનાર બહુપરિમાણીય વ્યક્તિત્વ ધરાવતા અને The Shhaded Soul - Know Your Soul નામથી  મુલુંડમાં ગ્રાફોલોજિસ્ટ અને ન્યુમેરોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા મૈત્રી શાહએ તાજેતરમાં ‘ગુર્જરમાત’ને એક્સક્લુઝિવ મુલાકત આપી હતી. પ્રસ્તુત છે તેમની સાથેની વાતચીતના મુખ્ય અંશ:
ગુર્જરમાત: આપને એક પ્રોફેશનલ ગ્રાફોલોજિસ્ટ અને ન્યુંમેરોલોજિસ્ટ બનાવાનો વિચાર કેવી રીતે આવ્યો?
મૈત્રી: મારા પપ્પા દીપક સી. શાહ પણ એક અગ્રણી પ્રોફેશનલ ગ્રાફોલોજિસ્ટ અને ન્યુંમેરોલોજિસ્ટ છે તેથી કોવિડના સમયમાં તેમણે મને ગ્રાફોલોજી અને ન્યુમેરોલોજીના પ્રોફેશનમાં મારી પોતાની કારકિર્દી બનાવવાની પ્રેરણા આપી અને તે માટે મને માર્ગદર્શન આપીને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા મદદ કરી.
ગુર્જરમાત: ગ્રાફોલોજી (હસ્તાક્ષર વિજ્ઞાન) અને ન્યુમેરોલોજી (અંકવિજ્ઞાન) અંતર્ગત આપ કસ્ટમર્સને કઈ સુવિધાઓ પ્રદાન કરો છો?
મૈત્રી: ગ્રાફોલોજી અને ન્યુંમેરોલોજી દ્વારા અમે કસ્ટમર્સને જે સુવિધાઓ પ્રદાન કરીએ છીએ તે આ પ્રમાણે છે:

  • ગ્રાફોલોજી એનાલિસિસ (હસ્તાક્ષરનું વિશ્લેષણ)
  • સિગ્નેચર એનાલિસિસ (સહીનું વિશ્લેષણ)
  • કસ્ટમર્સની સમસ્યાઓનું સમાધાન (remedies)
  • પોતાને (સ્વને) ઓળખવા માટે માર્ગદર્શન
  • ન્યુંમેરોલોજી એનાલિસિસ
  • ન્યુંમેરોલોજીનું શિક્ષણ
  • રેકી દ્વારા ઉપચાર
  • ચક્ર દ્વારા ઉપચાર


ગુર્જરમાત: આપ કેટલા વર્ષથી આ પ્રોફેશનમાં કાર્યરત છો?
મૈત્રી: ત્રણ આત્મસંતોષભર્યા (સોલફુલ) વર્ષથી હું મારા કસ્ટમર્સના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છું.
ગુર્જરમાત: ગ્રાફોલોજી અને ન્યુંમેરોલોજીની આપની આ સફળ યાત્રામાં આપને સૌથી વધુ સહકાર કોનો મળ્યો?
મૈત્રી: વન એન્ડ ઓન્લી વન મારા પપ્પાનો. પપ્પાએ મને તાલીમ આપી મને આ ક્ષેત્રમાં કુશળ બનાવી અને મને અહેસાસ કરાવ્યો કે હું કેટલી સારી  ગ્રાફોલોજિસ્ટ અને ન્યુંમેરોલોજિસ્ટ બની શકું છું.
ગુર્જરમાત: આ ક્ષેત્રમાં આગળ વધવા માટે ભવિષ્યની શી યોજનાઓ છે?
મૈત્રી: મારી ભવિષ્યની યોજનાઓ લોકોને ચિંતાતુરતા (anxiety)માંથી બહાર નીકળવામાં મદદ કરવાની, ગુસ્સાની સમસ્યાઓમાં મદદ કરવાની અને હસ્તાક્ષર (હેન્ડ રાઈટીંગ)અને સિગ્નેચર (સહી) વિશ્લેષણના માધ્યમથી ગ્રાફોલોજી શું છે તે બધું શીખવવાની છે.
ગુર્જરમાત: અન્ય મહિલા ઉદ્યોજકોને આપ શું સંદેશ આપવા માગો છો?
મૈત્રી: હંમેશા મોટા સપના જોવાની હિંમત રાખો, આપણે સ્ત્રીઓ ખરેખર દુનિયા પર રાજ કરી શકીએ છીએ અને વિશ્વને વધુ સારા પરિવર્તન તરફ દોરી શકીએ છીએ. આપણામાં એકસાથે બહુવિધ કાર્યો કરવાની અને લોકોના દિલ જીતવાની શક્તિ છે.
ગુર્જરમાત: આ ક્ષેત્રમાં આપે અત્યાર સુધી મેળવેલી ઉપલબ્ધિઓ જણાવશો.
મૈત્રી: મને એ વાતનો આનંદ અને સંતોષ છે કે અત્યાર સુધી મેં 250થી વધુ લોકોને ગ્રાફોલોજીનું શિક્ષણ આપ્યુછે અને ISME ઇન્સ્ટીટયુટમાં 150થી વધુ વિદ્યાર્થીઓ સમક્ષ ગ્રાફોલોજી અંગે લેકચર આપ્યું છે. આ ઉપરાંત 60થી વધુ રોટરીયન્સને ગ્રાફોલોજી શું છે તે શીખવ્યું છે, તેમ જ કોવિડ કાળમાં 300થી વધુ લોકોનો ગ્રાફોલોજીના માધ્યમથી ઉપચાર કર્યો છે.
ગુર્જરમાત: આપના વ્યવસાયનું નામ, સરનામું અને કોન્ટેક્ટ નંબર જણાવશો.
મૈત્રી: The Shhaded Soul - Know Your Soul
મૈત્રી શાહ ગ્રાફોલોજિસ્ટ અને ન્યુંમેરોલોજિસ્ટ
શોપ નં 6, સ્વપ્ન સંગીત, સ્વપ્ન નગરી, યોગી હિલ્સ પાસે, ઓમ સાઈ મેડિકલની સામે, મુલુંડ વેસ્ટ, મુંબઈ 400080. 
મોબાઈલ: 98926 13427