
સમાચાર
બુધ્વાર, ૧૬ જુલાઈ, ૨૦૨૫
મુલુંડના ડો. વોરાઝ ડેન્ટલ કેરને સ્ટ્રાઉમન ગ્રુપ, સ્વિટ્ઝર્લેન્ડ તરફથી Long-Term Excellence Award એનાયત
ડો. વોરાઝ ડેન્ટલ કેર, મુલુંડ જે મુંબઈના અગ્રણી અને વિશ્વસનીય ડેન્ટલ ઈમ્પ્લાન્ટ કેન્દ્રોમાંથી એક છે, તેને સ્વિટ્ઝર્લેન્ડના સ્ટ્રાઉમન ગ્રુપ દ્વારા લોંગ-ટર્મ એક્સેલેન્સ એવોર્ડ 2022-2024 એનાયત કરવામાં આવ્યો છે. સ્ટ્રાઉમન ગ્રુપ વિશ્વભરમાં છેલ્લાં 50 વર્ષથી ડેન્ટલ ઈમ્પ્લાન્ટોલોજી ક્ષેત્રે પાયોનિયર તરીકે ઓળખાય છે.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ 12મી જુલાઈ 2025 ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ઇનોવેટ-360 કોન્ફરન્સ દરમિયાન આપવામાં આવ્યો હતો.
સ્ટ્રાઉમન ઈમ્પ્લાન્ટસ, જેનું હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લેન્ડમાં છે, તેને છેલ્લા પાંચ દાયકાથી વિશ્વમાં સૌથી વધુ પસંદગી પામતા અને વિશ્વસનીય ડેન્ટલ ઈમ્પ્લાન્ટસ તરીકે માન્યતા પ્રાપ્ત છે. ડો. વોરાઝ ડેન્ટલ કેરને આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય ધોરણોની સારવાર અને આધુનિક
ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્તમ પરિણામો માટે અપાયો છે.
જેમને 27 વર્ષથી વધુનો ક્લિનિકલ અનુભવ છે એવા ડો. દર્શન વોરા અને ડો. નમન વોરાના નેતૃત્વ હેઠળ, , ક્લિનિકે આધુનિક ડેન્ટલ કેરમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. અહીં ઓછા પીડાદાયક, ઝડપી સાજા થતા અને અત્યંત નૈસર્ગિક દેખાતા કોસ્મેટિક પરિણામો આપતી ઉપચાર પદ્ધતિ અપનાવવામાં આવે છે.
અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજજ અને દર્દીકેન્દ્રિત, અનુભવી ડેન્ટલ સર્જ્યન્સ અને સહાયક ટીમ સાથે, ડો. વોરાઝ ડેન્ટલ કેર આજે ડેન્ટલ ઈમ્પ્લાન્ટોલોજી અને એડવાન્સડ ડેન્ટલ કેર માટે લોકપ્રિય કેન્દ્ર બન્યું છે.