
સમાચાર
બુધ્વાર, ૧૬ જુલાઈ, ૨૦૨૫
સેવન આઈલ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ફ્રેંચ રાષ્ટ્રીય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
ફ્રેન્ચ રાષ્ટ્રીય દિવસ, જેને બાસ્ટિલ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સોમવાર, તા.14મી જુલાઈ 2025ના રોજ મુલુંડ (પૂર્વ) સ્થિત સેવન આઈલ્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઉત્સાહ અને સાંસ્કૃતિક ઉત્સવ ભેર ઉજવાયો હતો. આ ઉજવણીની મુખ્ય થીમ લા ફ્રાંકોફોની હતું, જેમાં વિશ્ર્વભરના ફ્રેન્ચ ભાષા બોલતા દેશોની વૈવિધ્યતા અને સંસ્કૃતિક સમૃદ્ધિ દર્શાવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્યો, ગીતો, ફ્રાંસ સંબંધિત માહિતીઓ અને ફ્રેન્ચ મહાનુભાવો અંગે માહિતીની રજૂઆત કરી. સમગ્ર શાળાને ફ્રેન્ચ ધ્વજના રંગો વાદળી, સફેદ અને લાલ થી સુંદર રીતે શણગારવામાં આવી હતી. ધોરણ 5 થી 10ના વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકોએ ફ્રેન્ચ ધ્વજના રંગો દર્શાવતો ડ્રેસ કોડ અપનાવ્યો હતો, જેના માધ્યમથી તેમણે ફ્રેન્ચ સંસ્કૃતિ પ્રત્યે સન્માન વ્યક્ત
કર્યું હતું.
પ્રિન્સિપાલ શ્રી વી. પી. પ્રભુએ તેમના સંબોધનમાં વિદેશી ભાષાઓ શીખવાના મહત્વ અને વૈશ્ર્વિક સંસ્કૃતિઓના પ્રત્યે સમજ વિકસાવવાના મહત્વને રેખાંકિત કર્યું. તેમણે ફ્રેન્ચ વિભાગ તથા વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરી અને જણાવ્યું કે આ કાર્યક્રમમાં વિચારપૂર્વકનું આયોજન અને ઉત્સાહ જોવા મળ્યાં.
ફ્રેન્ચ રાષ્ટ્રીય દિવસની આ ઉજવણી વિદ્યાર્થીઓ માટે ઉત્તેજક, શૈક્ષણિક અને સંસ્કૃતિસભર અનુભવ સાબિત થયો, જેણે ફ્રાંકોફોનીની ભાવના જીવંત બનાવી.