
સમાચાર
બુધ્વાર, ૧૬ જુલાઈ, ૨૦૨૫
કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે મુલુંડ-ભાંડુપના રહેવાસીઓ હાલાકી થાય છે : મિહિર કોટેચા
ઉદ્યોગમંત્રી ઉદય સામંતે શુક્રવારે મનપાના કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ઈન્ક્વાયરી કમિટીની જાહેરાત કરીને જણાવ્યું હતું કે રિપોર્ટના તારણોના આધારે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ 60 દિવસમાં મળશે. સામંતે ઉલ્લેખ કર્યો હતો કે સરકારે મનપાને નવા ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે કાંજુરમાર્ગને બદલે અન્ય વૈકલ્પિક સ્થાન શોધવાનો નિર્દેશ આપ્યો છે. સામંતે ધારાસભ્ય મિહિર કોટેચા દ્વારા રજૂ કરવામાં આવેલા વૈકલ્પિક ડમ્પિંગ ગ્રાઉન્ડના પ્રસ્તાવને પ્રતિસાદ આપતા ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. ધારાસભ્ય મિહિર કોટેચાએ ફરિયાદ કરી હતી કે કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે ઘાટકોપર, વિક્રોલી, કાંજુરમાર્ગ, નાહુર, ભાંડુપ અને મુલુન્ડના 16 લાખ રહેવાસીઓ દરરોજ રાત્રે તીવ્ર દુર્ગંધનો સામનો કરી રહ્યા છે