સોમવાર, ૨૫ ઑગસ્ટ, ૨૦૨૫

પ્રવાસ

ઈન્નર વ્હીલ ક્લબ મુલુંડ દ્વારા મંદબુધ્ધિ બાળકોની શાળામાં ગુરૂપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરાઈ

ઈનર વ્હીલ ક્લબ ઓફ મુલુંડ તરફથી ગૌશાળા રોડ પર આવેલી મંદબુધ્ધિના બાળકોની શાળામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જે માટે પ્રોજેક્ટ ચેરમેન હર્ષા ઝવેરી તથા મનીષા શાહે સર્વ તૈયારીઓ કરી હતી.
શરૂઆતમાં દીપ પ્રજ્વલ્લીત કરીને ગણપતિ તેમજ સરસ્વતી માતાનું પૂજન કરાયું અને ગણપતિ વંદનાની તેમજ સરસ્વતી દેવીની સ્તુતિ કરવામાં આવી.
ત્યારબાદ શાળાના ત્રણ શિક્ષકો, ગુરૂઓનું (1) શ્રીમતી મીના સત્રા 2) સવિતા માંડલિક 3) પુંડલિક સરને શાલ ઓઢાડી ભેટ આપવામાં આવી હતી. તેમજ જરૂરીયાતમંદ 14 વિદ્યાર્થીઓને યુનીફોર્મ આપવામાં આવ્યા હતા. સર્વે વિદ્યાર્થીઓને ભેટ આપી બેસીને સરસ રીતે ભરપેટ જમાડવામાં આવ્યા હતા. પી.ડી.જી કનકજીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. પ્રમુખ કમલજીતે શાળાના સર્વે શિક્ષકોનો, પી.ડી.સી. કનકજીનો, પી.પી.અનસુયાબેનનો, સી.સી.તારા માલદેનો, પ્રોજેક્ટ ચેરમેન હર્ષા અને મનીષાનો, સભ્યો રૂબીના, રાજૂલનો તેમજ સવિતા જૈનનો હાજર રહી સાથ-સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.
ઉપરોક્ત માહિતી પી.આર.ઓ.પી.પી.શ્રીમતી અનસુયાબેન આર. શાહે  અખબારી યાદી દ્વારા જણાવેલ છે.