સોમવાર, ૨૫ ઑગસ્ટ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૬ ઑગસ્ટ, ૨૦૨૫

ઈનર વ્હીલ ક્લબ ઓફ મુલુંડ દ્વારા વિદ્યાર્થીઓને શાળાપયોગી સહાય

ઈનર વ્હીલ ક્લબ ઓફ મુલુંડ છેલ્લા 22 વર્ષથી નાઈટ સ્કૂલના કિશોરીથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના વિદ્યાર્થીને શાળાપયોગી પાઠ્ય પુસ્તકો તેમજ લોંગ બુક્સ આપે છે. આ વર્ષે 100 વિદ્યાર્થીઓને પાંચ નાઈટ શાળામાં આપવામાં આવ્યા હતા. ભાંડુપ નાઈટ સ્કૂલ, મઝગાવ નાઈટ સ્કૂલ, ચેકનાકા મુલુંડ, મુલુંડ નાઈટ સ્કૂલ, મુંલુંડ હીન્દી નાઈટ સ્કૂલ, આદર્શ હીન્દી નાઈટ સ્કૂલમાં 1500 લોંગબુક્સ તથા 1500 પાઠ્ય પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની સાથે અરસ-પરસ વાર્તાલાપ કરી તેઓની રસપ્રદ વાતો સાંભળી, આખો દિવસ કામ કર્યા પછી રાત્રી શાખામાં ભણીને આગળ વધવાના પ્રયાસો હતા. આ સાંભળવાની મઝા આવી સાથે આનંદ થયો. 
પી.ડી.જી.કનકલત્તા સકસેના તેમજ પ્રમુખ કમલજીત કૌરના પ્રેરણાદાયી વાર્તાલાપથી સર્વેને આનંદ થયો.
પૂર્વ પ્રમુખ સ્વ. શ્રીમતી ભાનુબેન ઠક્કરનો આ પ્રિય પ્રોજક્ટ હતો. છેલ્લાં 22 વર્ષથી આ પ્રોજેક્ટના ચેરમેન રહી પ્રોજેક્ટ માટેનું સર્વ કામકાજ કરતા હતા. આ વર્ષે પ્રોજેક્ટ ચેરેમેન હર્ષા ઝવેરી અને પી.પી.ઉજ્જવલા જીનદાનીએ આ પ્રોજક્ટની જવાબદારી ઉપાડી સર્વે કાર્ય કર્યું છે. પ્રમુખ કમલજીત કૌર જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના શિક્ષણપ્રેમી દાતાઓ પી.પી.નિરંજના શાહ, પી.પી. અનસુયાબેન શાહ, પી.પી.વીણા દુવા, પી.પી.સુનંદા કેવલરામણી, સવિતા જૈન તેમજ બીજા 16 થી વધુ શિક્ષણપ્રેમી દાતાએ પ્રોજેક્ટ સ્પોન્સર કર્યો હતો. તે સર્વેને તેમજ હાજર રહી સાથ આપનાર સર્વે સભ્યોનો ખૂબ સહયોગ મળ્યો હતો.
ઉપરોક્ત માહિતી પી.આર.ઓ. પી.પી.શ્રીમતી અનસુયાબેન શાહે  અખબારી યાદી દ્વારા જણાવેલ છે.