શનિવાર, ૨૫ ઑક્ટ્બર, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૬ ઑગસ્ટ, ૨૦૨૫

વર્ષથી વિલંબમાં પડેલા મુલુંડ ઇસ્ટ વેસ્ટ BMC નું કામ પૂર્ણ કરવા માટે મુલુંડવાસીઓએ લીધી ઇખઈ મુખ્યાલયની મુલાકાત મહાપાલિકાના એડીશનલ કમિશનરે તાત્કાલિક ફંડ ચૂકવવા આદેશ આપ્યો

સોમવારે મુલુંડના નાગરિક કાર્યકરો બૃહન્મુંબઇ મહાનગરપાલિકા (BMC)ના મુખ્યાલયે પહોંચ્યા હતા અને મહાપાલિકાના એડીશનલ કમિશ્નર અભિજીત બાંગરને મળીને મુલુંડમાં ઇસ્ટ-વેસ્ટ વચ્ચે અવરજવર કરવા વર્ષોથી બંધ પડેલા ફૂટ ઓવર બ્રિજ (FOB)ના કામ માટે નાણાં મંજૂર કરવા અપીલ કરી હતી. નાગરિકોની માગણીનો ત્વરિત સ્વીકાર કરતાં બાંગરએ સંબંધિત વિભાગને તાત્કાલિક બાકી રહેલા નાણાં ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
ગયા અઠવાડિયે સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે, મુલુંડ પૂર્વ અને પશ્ર્ચિમને જોડતો પાદચારી પુલ (FOB) છેલ્લા એક વર્ષથી બંધ છે અને તે કામમાં વિલંબ માત્ર BMC દ્વારા નાણાં ન ચુકવવા કારણે થયો છે. આ પુલ મુલુંડ સ્ટેશન પાસે પૂર્વ-પશ્ર્ચિમ વચ્ચે આવવા જવા નાગરિકો માટે એકમાત્ર BMC દ્વારા નિર્મિત FOB છે, અને આવા રેલવે લાઈનો ઉપરના ઋઘઇનો ઉપયોગ કરવા માટે નાગરિકોને ટિકિટની જરૂર રહેતી નથી.મુલુંડ પૂર્વ-પશ્ર્ચિમ જોડતો આ ફૂટબ્રિજ રેલવે દ્વારા બનાવવામાં આવી રહ્યો છે અને તેનો ખર્ચ મહાનગરપાલિકા વહન કરે છે. છેલ્લા ઘણાં મહિનાઓથી BMC તરફથી ચુકવણી ન થવાના કારણે કામ અટવાઈ ગયું હતું.
એડવોકેટ સાગર દેવરે, જેમણે આ મુદ્દો સતત ઉઠાવ્યો છે તેમણે જણાવ્યું કે: "મેં બાંગરને આ બાબત અંગે ઈમેઈલ દ્વારા ફરિયાદ કરી હતી. સોમવારે હું તેમને BMC મુખ્યાલયે મળ્યો અને તેમણે તરત જ સંબંધિત વિભાગને રેલવેને ફંડ ચૂકવવાનો આદેશ આપ્યો. હવે તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને પેન્ડિંગ કામ શરૂ થવાનો વિશ્ર્વાસ અપાયો છે.”
આ પુલના નિર્માણ અંગે સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાને સવાલ કરતાં તેમણે જણાવ્યું કે: "પૂર્વ-પશ્ર્ચિમ FOBના કામનું નિર્માણ CRના મુંબઈ વિભાગની પીએમઓની ગતિશક્તિ એકમ અને BMC દ્વારા થઈ રહ્યું છે. હાલમાં ફાઉન્ડેશન, કોલમ અને ગર્ડર ફેબ્રિકેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.”