સોમવાર, ૨૫ ઑગસ્ટ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૧૩ ઑગસ્ટ, ૨૦૨૫

મુલુંડ ROB બાંધકામમાં વિલંબ, કોંગ્રેસનો અનોખો વિરોધ : બીએમસી માટે જાહેર દાનની માંગ

મુંબઈ કોંગ્રેસ કાર્યકરોએ બીએમસી દ્વારા રેલવે વિભાગને રકમ ન ચૂકવવાના વિરોધમાં પ્રતિકાત્મક જાહેર દાન (ક્રાઉડ ફંડિંગ) એકત્રિત કરીને અનોખો વિરોધ નોંધાવ્યો. રકમ ન ચૂકવાતા મુલુંડ પૂર્વ-પશ્ર્ચિમ રેલવે ઓવર બ્રિજનું બાંધકામ છેલ્લા એક વર્ષથી બંધ પડ્યું છે, જેના કારણે મુસાફરોને ટિકિટ લઈને રેલવે બ્રિજ વાપરવું કે અપના બજાર બ્રિજ તથા બાલ ધારાપ બ્રિજ જેવા લાંબા રસ્તા લેવા પડે છે.
તાજેતરના પત્રવ્યવહારમાં રેલવે અધિકારીઓએ વિલંબ માટે બીએમસીને જવાબદાર ગણાવ્યું છે. છઘઇનું બાંધકામ રેલવે વિભાગ કરી રહ્યો છે, પરંતુ તે બીએમસીની માલિકીમાં છે અને બાંધકામનો ખર્ચ પણ બીએમસીએ ઉઠાવવાનો છે.
વિરોધનું નેતૃત્વ કરનાર મુંબઈ કોંગ્રેસના સચિવ રાજેશ ઇંગલે કહ્યું, "એશિયાની સૌથી ધનિક ગણાતી બીએમસી છઘઇ જેવી આવશ્યક નાગરિક સુવિધા માટે ચુકવણી કરવામાં નિષ્ફળ ગઈ છે. તેથી અમે મુસાફરો પાસેથી પ્રતિકાત્મક દાન એકત્રિત કરી બીએમસીને આપવા માંગીએ છીએ, જેથી રેલવેને ચુકવણી કરીને બાંધકામ ઝડપથી પૂરું થાય.” આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ અબ્રાહમ રોય મણી, જિલ્લા વર્કિંગ પ્રમુખ ઉત્તમ ગીતે, એમ.આર.સી.સી. પ્રવક્તા ભરત સોની, એમ.પી.સી.સી. પ્રવક્તા રાકેશ શેટ્ટી, બ્લોક પ્રમુખ વિઠ્ઠલ સપટે, રાજન ઉટવાલ, શ્રીકૃષ્ણ કાણેકર, વરિષ્ઠ કોંગ્રેસ નેતા ડૉ. આર. આર. સિંહ, ડો. બાબુલાલ સિંહ, સંતોષ સોનાવણે, સોશિયલ મીડિયા રાજ્ય સંયોજક ધર્મેશ સોની, મુલુંડ યુવા કોંગ્રેસ પ્રમુખ આદિત્ય ગીતે, મનોજ સંસારે, હેમંત ધમણે તથા અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.