
સમાચાર
બુધ્વાર, ૩ સપ્ટેમ્બર, ૨૦૨૫
રોટરી ક્લબ ઓફ મુલુંડ હીલ વ્યુ દ્વારા રંગીલો રાસ અંતર્ગત ગરબા રાસ કાર્યક્રમનું આયોજન
રોટરી ક્લબ ઓફ મુલુંડ હીલ વ્યુ તા.20 સપ્ટેમ્બર 2025 શનિવાર સાંજના 6 કલાકે રંગીલો રાસ રાસ ગરબાના પ્રોગ્રામનું આયોજન કર્યું છે. કાર્યક્રમના કલાકાર પ્રસિદ્ધ ગાયક ‘મનીષ જોશી’ છે અને કાર્યક્રમનું સ્થળ ગોલ્ડન સેલીબ્રેશન એસી હોલ છે.
પ્રોગ્રામ બેક ટુ સ્કૂલ પ્રોજેક્ટ માટે થઈ રહ્યું છે. રંગીલો રાસ 2.0 થી જે ફંડ મળશે તે દહાણુ સ્કૂલમાં નવમી અને દસમીના વિદ્યાર્થીઓની ફી માટે વપરાશે અને ઓમેગા (ખીંડીપાડા) સ્કૂલમાં લેબોરેટરી બનાવવા માટે વપરાશે.
ગત વર્ષે રંગીલો રાસ પ્રોગ્રામમાંથી મળેલ ફંડથી રોટરી ક્લબે વાડામાં એક ‘આંગનવાડી’ (બાલમંદિર) અને ઓમેગા સ્કૂલમાં લાઈબ્રેરી બનાવી આપી હતી.
આ વર્ષના પ્રોગ્રામમાં ડિસ્કવર ડાન્સ સ્ટુડીયો અસોસીએટ પાર્ટનર છે અને ગુર્જરમાત મીડિયા પાર્ટનર છે.
ફૂડ સ્ટોલ અને શોપીંગ સ્ટોલની પણ વ્યવસ્થા છે. સ્પોર્ન્સશીપ, સ્ટોલ અને પાસ માટે મહિમા મેન્ડા-9987918886 અને સ્નેહ મલ્હોત્રા-9833542719 ને સંપર્ક કરી શકાશે.