સમાચાર
શુક્રવાર, ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫
ગેરકાયદેસર ચાલતી બાઈક ટેક્સી વિરૂધ્ધ એકશન મોડમાં આરટીઓ
મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ વિભાગે ગેરકાયદે બાઈક-ટેક્સી તરીકે ચાલતાં વાહનો સામે કડક પગલાં લઈને કુલ 1.5 લાખ રૂપિયા દંડ વસૂલ કર્યો છે. રેપિડો, ઓલા, ઉબર જેવી બાઇક-ટેક્સીની સર્વિસ આપતી કંપનીઓ પાસે લાઇસન્સ નથી અને સરકારે હજી ઈ-બાઇક-ટેક્સી પોલિસી પાસ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે મુંબઈમાં બાઇક-ટેક્સી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધ છતાં બાઇક-ટેક્સીની સર્વિસ ચાલુ જ રહેતી હોવાથી ટ્રાફિક-પોલીસે બાઇક-ટેક્સીના ડ્રાઈવરો અને કંપનીઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના ટ્રાંસપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક લાઇસન્સ ન મળે ત્યાં સુધી સર્વિસ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. છતાં જે કંપનીઓ વારંવાર આદેશનું ઉલ્લંઘન કરશે એમનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે.’
ઈ-બાઈક-ટેક્સી પોલિસી બાબતે કાયદા અને ન્યાય વિભાગ ટૂંક સમયમાં જ નિર્ણય લેશે એવી ખાતરી પ્રતાપ સરનાઈકે આપી હતી.