સમાચાર
શુક્રવાર, ૧ મે, ૨૦૨૬
મુલુંડમાં મેટ્રો લાઈન - 4 નો વધુ એક અકસ્માત: ચાલતી કાર પર લાકડાનો મોટો ટુકડો પડ્યો
મુલુંડમાં મુંબઈ મેટ્રો નિર્માણ સાથે જોડાયેલ વધુ એક અકસ્માત સામે આવ્યો છે. દુર્ઘટનાની જાણ થતાં મુલુંડના ધારાસભ્ય મિહિર કોટેચા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે મેટ્રો સાઇટ પરથી લાકડાનો 3 બાય 8 ફૂટનો મોટો ટુકડો નીચે પડતાં એક કારને નુકસાન થયું છે.
આ ઘટના એ જ સ્થળથી માત્ર 10 મીટર દૂર બની હોવાનું જણાવાયું છે, જ્યાં લગભગ અઢી મહિના પહેલા એટલે કે તા.14 ફેબ્રુઆરી 2026ના મેટ્રો લાઇન-4ના પેરાપેટનો ભાગ તૂટી પડ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ વખતે કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ કારને નુકસાન થયું છે. એક કાર યુ-ટર્ન લેતી વખતે મેટ્રો નિર્માણ સાઇટ પરથી લાકડાનો મોટો ટુકડો નીચે પડ્યો હતો, જેને લીધે કારની છત પર મોટો ડેન્ટ પડ્યો હતો. એમ કોટેચાએ જણાવ્યું.
આ કાર ડો. અનિતા મેથ્યુની હતી, જે મુલુંડના ફોર્ટિસ હોસ્પિટલમાં ઇન્ટરનલ અને ઇન્ફેક્શિયસ ડિસીઝિસ વિભાગની ડિરેક્ટર છે અને એલટીએમએમસી તથા જીએચ (સાયન હોસ્પિટલ)માં ક્ધસલ્ટન્ટ તરીકે સેવા આપે છે. ઘટનાના સમયે ડો. મેથ્યુ તેમના ડ્રાઇવર રાજન નાયર સાથે ફોર્ટિસ હોસ્પિટલ જઈ રહ્યા હતા.
કોટેચાએ આરોપ લગાવ્યો કે લોકોની સલામતી સાથે સમાધાન કરવામાં આવી રહ્યું છે અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. તેમણે મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા સતત 24 કલાક મોનિટરિંગ કરવાની પણ માંગ કરી છે. તેમણે જણાવ્યું કે પોલીસ અધિકારીઓ સાથે વાતચીત થઈ છે અને બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર સામે ઋઈંછ નોંધવામાં આવશે. મુંબઈકરોના જીવ સાથે રમતા લોકો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ, એમ તેમણે ઉમેર્યું. ફેબ્રુઆરી મહિનામાં પણ કોટેચાએ આ સાઇટ પર જઘઙનું પાલન ન થતું હોવાનો આક્ષેપ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ વખતે ઘટના સ્થળે નગરસેવિકા હેતલ ગાલા મોર્વેકર અને દીપીકા ઘાગ પણ હાજર રહ્યાં હતાં.
આ અંગે ખખછઉઅના એક અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદ મળી છે, પરંતુ સ્થળ પર આવી કોઈ ઘટના નોંધાઈ નથી. કોઈ સામગ્રી પડ્યાનો પુરાવો નથી અને તે સમયે આ વિસ્તારમાં કોઈ નિર્માણ કાર્ય ચાલી રહ્યું નહોતું. ઉપરાંત, કોઈ ઈજા અથવા નુકસાન અંગે સત્તાવાર માહિતી નથી. આક્ષેપોની ચકાસણી માટે જનરલ ક્ધસલ્ટન્ટ દ્વારા વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને સલામતીના ધોરણોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.