સમાચાર
શુક્રવાર, ૧ મે, ૨૦૨૬
NEP - 2020 બાદનો પરિવર્તન: પાલઘર હવે શિક્ષણમાં આગળ
શિક્ષણ ક્ષેત્ર દિવસેને દિવસે વિકસિત થઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ માત્ર મોટા શહેરોમાં જ ઉપલબ્ધ હતું, પરંતુ હવે પરિસ્થિતિ ઝડપી ગતિએ બદલાઈ રહી છે. National Education Policy (NEP - 2020) ના અમલ બાદ ગુણવત્તાયુક્ત શિક્ષણ હવે દેશના દરેક ખૂણામાં પહોંચતું બન્યું છે.
આ બદલાવનું જીવંત ઉદાહરણ તરીકે પાલઘર સ્થિત St John International School હવે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. તાજેતરમાં આ શાળાના વિદ્યાર્થીઓએ World STEM and Robotics Olympiad (WSRO) માં ભાગ લઈને શાળાનું નામ ગૌરવપૂર્વક ઊંચું કર્યું. આ સ્પર્ધા રવિવાર, તા.19 એપ્રિલના રોજ મુંબઈના ગોરેગાંવ ખાતે પશ્ર્ચિમ ઝોન માટે યોજાઈ હતી.
ક્રિશ ઈશા, શ્રેણિક કોટેચા, નિર્ભય રાઠોડ, અધિરાજ સાંખે, અદ્વૈત થોરાત, વિવાન શાહ, વિપ્રા પાટીલ, સમૃદ્ધ બાજપેઈ અને જીત કદમ જેવા વિદ્યાર્થીઓએ Junior robo Race, STEM Balloon Car અને Junior Line Following (Non - Lego) જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ નોંધનીય સિદ્ધિ તરીકે એના પાટીલ અને પાર્થ સોરટેએ Junior Line Following સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને અમદાવાદમાં યોજાનારી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું છે.
પાલઘરની શાળા મુંબઈ જેવી મહાનગરોની શાળાઓ સાથે ખભે ખભા મિલાવી સ્પર્ધા કરી રહી છે, તે ખરેખર પ્રેરણાદાયક છે. આ સફળતા પાછળ St John International School ના ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટ, પ્રિન્સિપલ માનનીય સિસ્ટર વીણા મોન્ટેરીયો મેમ તથા મેન્ટર્સ કુણાલ મોરે અને શ્રીમતી પ્રતીક્ષા સાંખેના પ્રયત્નો પ્રશંસનીય છે.
નિ:સંદેહ, National Education Policy (NEP-2020)ના પરિણામો હવે ધીમે ધીમે દેખાવા લાગ્યા છે. પાલઘર જેવી જગ્યાઓની શાળાઓ હવે રાજ્ય સ્તરીય અને રાષ્ટ્રીય મંચ પર પોતાની મજબૂત હાજરી નોંધાવી રહી છે, જે આશાસ્પદ ભારતના ભવિષ્ય માટે સકારાત્મક સંકેત છે.