
સમાચાર
બુધ્વાર, ૧૧ જૂન, ૨૦૨૫
ગુર્જરમાત દ્વારા આયોજિત કિટ્ટી ઉત્સવને મળ્યો ઉત્તમ પ્રતિસાદ - 5
ઝમકુડીના ગીત પર વાઈલ્ડ કેટ કિટ્ટી ગ્રુપની બહેનોએ મચાવી ધમાલ
તા.6 જૂન શુક્રવારના વાઈલ્ડ કેટ કિટ્ટી ગ્રુપની પાર્ટી બપોરના 12.30 કલાકે શ્રધ્ધાસ્ હોટલ સ્થળે થઈ ઉત્સાહિત 19 જેટલી મેમ્બર બહેનો ગુર્જરમાત પ્રેઝન્ટ, ઈમપ્લસ સ્પોન્સર્સ, ઓસ્કાર ઈન્ફ્રાસ્ટક્ચર પ્રા.લિમિટેડ પાવર્ડ અને હિના ઠક્કર મેનેજડ કિટ્ટી ઉત્સવમાં સહભાગી થવા હોંશે હોંશે સમયસર પહોંચી આવી હતી. આજની કિટ્ટી પાર્ટી માણવા સૌ ઉત્સાહિત હતા.
વાઈલ્ડ કેટ કિટ્ટી ગ્રુપ સખી સહેલીઓ સાથે આનંદ પ્રમોદ માણવાની સાથે જીવદયા માટે આગળ રહે છે. કિટ્ટી પાર્ટીમાં ઘણી વખતે હાઉસીગેમ રમે છે. જેમાં વધારાના પૈસામાંથી પક્ષીઓને ચણ આપી જીવદયાનું કાર્ય કરે છે.
સૌ મેમ્બરોમાં એટલી અન્ડર સ્ટેન્ડિંગ છે કે કોઈને કંઈ કામકાજમાં મદદ જોઈતી હોય કે ઘરમાં કોઈ મોટો પ્રસંગ હોય તો દરેક મેમ્બર્સ ખડે પગે હેલ્પ કરવા ઊભા રહે છે.
વીસ વર્ષથી ચાલતું આ ગ્રુપ શરૂઆતમાં સૌના ઘરે રોટેશન મુજબ રાખતાં પણ ઘણીવાર કોઈને ફાવતું ન હતું, કંઈને કંઈ સગવડ પડે એટલે છેલ્લાં ચાર પાંચ વર્ષથી બહાર હોટલમાં આઉટિંગ પાર્ટી કરે છે અને હવે ધીરે ધીરે લંચ ઉપર આવ્યા.
ઘણી વખત થીમ ઉપર પાર્ટી ગોઠવી છે. જેમાં બ્લેક ડે, પિન્ક ડે, રેડ ડે ઉપરાંત નવરાત્રીમાં વનપીસ થીમ, વુમન્સ ડે સેલિબ્રેશન-ટીપ ટોપ થાણામાં ડીજે સાથે કરી. જેવા સ્પેશિયલ ડે પાર્ટીમાં સમાવી લે છે.
કિટ્ટી ગ્રુપમાં એક જ સોસાયટીની બહેનો જ મેમ્બર છે. એટલે સૌ સંગે મળીને ભાવ-હેત સાથે હળી મળીને, રમત રમી કે હાઉસી વિગેરે દ્વારા મોજ માણીએ અને લહેજતદાર ભોજનનો આનંદ સાથે મળીને લે છે અને પુણ્ય કરવામાં પણ આગળ રહે છે. હમણા બકરી ઈદ નિમિત્તે જીવદાય માટે સૌ યથાશક્તિ કોન્ટ્રબિશન આપેલ જેના કુલ્લ સોળ હજાર જમા થયાં જેનાથી ચાર જીવને છોડાવ્યા. આમ સખી સંગાથ સાથે પરમાર્થનો ઉદેશ ગ્રુપ પૂરું કરે છે. ગ્રુપ વિષેની વિગત મેળવી. ગુર્જરમાત તરફથી ધર્મિષ્ઠા સોનાઘેલા, નીરજા શાહ અને વર્ષા લોડાયા એ સૌને વિવિધ ગેમ રમાડી. જેમાં વિજેતા 3 બહેનોને ગીફ્ટ કુપન આપ્યા હતા. ઓસ્કાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિમિટેડ તરફથી ઉપસ્થિત સર્વે મેમ્બર્સને લેડીઝ ઉપયોગી ગીફ્ટ આપી હતી.