
સમાચાર
બુધ્વાર, ૧૧ જૂન, ૨૦૨૫
ગુર્જરમાત દ્વારા આયોજિત કિટ્ટી ઉત્સવને મળ્યો ઉત્તમ પ્રતિસાદ
ઝાલાવાડ ગ્રુપની કિટ્ટીમાં બહેનોએ મનભરીને ધમાલ-મસ્તી કરી
તા.4 જૂન બુધવારના બપોરના 3.30 કલાકે ઝાલાવાડી કિટ્ટી ગ્રુપની ધમાકેદાર પાર્ટી થીમ એન્ડ વીશ હોટલમાં થઈ. પાર્ટીમાં કુલ્લ 18 બહેનો હાજર રહી હતી.
દરેક પાર્ટીનો ઉદેશ માત્રને માત્ર મોજ-મજા અને આનંદ માણવાનો હોય છે. કોઈ મેમ્બરએ પોતાની કે કોઈની પર્સનલ વાત નહીં કરવાની. તે સાથો સાથ નો કોમ્પ્રોમાઈઝન સરખામણી નહીં કરવાની દેખાદેખી, બિલકુલ વર્જિત. મેમ્બર 40 થી 70 વય સુધીના છે. પણ ઉંમરનો તફાવત ક્યારે થાય નહીં. બધા હમ ઉમ્રના થઈને રહે એટલો ફ્રેન્ડલી માહોલ બની રહે છે. ઘેર ઈઝનો એજ બાર. કોઈ મોટો કે નાનો નથી. બધે બધી મૈત્રિણી, સંગિની થઈને મિક્સ થઈ જાય એવો માહોલ રહે છે. દરેક એક બીજાને ઉપયોગી થઈ રહેવા તૈયાર રહે છે.
સમયાંતરે કિટ્ટી પાર્ટીની થીમ રાખે છે. નવરાત્રી થીમને સુપર ડુપર સક્સેસ મળી હતી. જેમાં બધા મેમ્બર્સ પાર્ટીસિપેન્ટ થયા હતા અને મજા માણી હતી. કેક પણ નવરાત્રીની થીમ પર તૈયાર કરાવી લાવ્યાં હતાં અને ટ્રેડીશનલ ડ્રેસમાં તૈયાર થઈ ખૈલેયા તરીકે આવ્યા હતા. તે ઉપરાંત મેરેજ અને હોલી થીમ કમ્બાઈન્ડ રાખી. વેલેન્ટાઈન થીમ, દિવાળી સેલિબ્રેશન થીમ એ પ્રકારે વિવિધ થીમ રાખી જેમાં ચોપાટી ગેમ રમાડી હતી.
તદ્ઉપરાંત કોઈ મેમ્બર્સના પરિવારમાં સારો પ્રસંગ આવ્યો ગ્રાન્ડ સનનો બર્થ, સંતાનનું સગપણ, કોઈકે પરીક્ષામાં સારા પર્સેન્ટ મેળવ્યા હોય એ બધી ઉજવણી કિટ્ટી પાર્ટીમાં થાય જેના ઓર્ગેનાઈઝર જે તે મેમ્બર રહેતા હોય. સૌ ડાન્સ વગેરે કરી ઉત્સાહને ચરમ સીમા પર પહોંચાડીએ. આ વિગત ઝાલાવાડી કિટ્ટી ગ્રુપની આયોજક બહેનોએ આપી.
ગુર્જરમાત પ્રસ્તુત અને ઈમપ્લેસ સ્પોર્ન્સસ, મેનેજન્ડ બાય હિના ઠક્કર તથા પાવર્ડ બાય ઓસ્કાર ઈન્ફ્રાસ્ટક્ચર પ્રા.લિમિટેડના કિટ્ટી ઉત્સવમાં સૌ મેમ્બર્સને સંયોજક વર્ષાબેન લોડાયા, ધર્મિષ્ઠા સોનાઘેલા એ વિવિધ ગેમ રમાડી હતી અને કિટ્ટી ઉત્સવની જાણકારી આપી કિટ્ટી ઉત્સવ વિષે અવગત કરાવ્યા. ગેમ સ્પર્ધામાં ત્રણ વિજેતાને ગિફ્ટ કૂપનથી નવાજવામાં આવી હતી. પાર્ટીમાં ઉપસ્થિત સર્વે ગ્રુપ મેમ્બર્સને ઓસ્કાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી મહિલા ઉપયોગી ગીફ્ટ અપાઈ હતી.