
સમાચાર
બુધ્વાર, ૧૧ જૂન, ૨૦૨૫
સમિતા કાંબળે દ્વારા વટ પૌર્ણિમાની ઉત્સાહપૂર્વક ઉજવણી
દર વર્ષ પ્રમાણે મંગળવારના તા.10 જૂનના વિજયનગર સોસાયટી ગાર્ડનમાં વડના ઝાડનું રોપણ કરી પારંપારિક રીતે વટ પોર્ણિમાની ઉજવણી પૂર્વનગર સેવિકા સમિતા કાંબળે દ્વારા ઉત્સાહપૂર્વક કરાઈ. આ પ્રસંગે સવિતા રાજપૂત, જ્યોતિ કુશવાહ, દીપા કદમ, સ્મિતા રેવલે, સાધના, સુપ્રિયા વર્મા, રાજકુમારી, ઈંદુ સાંગળે, સંપદા જાધવ, અસ્મિતા પોખારકર, ઉર્મિલા મૌર્ય ઈત્યાદી સંગાથે રહ્યાં હતા.
તદુપરાંત દેવીદયાલ ગાર્ડનમાં પણ પર્યાવરણ જાગૃતિ અર્થે વૃક્ષારોપણ શ્રી કચ્છી લોહાણા મહાજન મુલુંડના મેનેજીંગ ટ્રસ્ટી શ્રીમતી માયાબેન કોઠારીના હસ્તે સમિતા કાંબળેની ઉપસ્થિતિમાં કરાયું. આ અવસરે મધ્ય મુલુંડ મંડળ અધ્યક્ષા પૂજા સિન્નારી, ભૂપેન્દ્ર ઠક્કર, વોર્ડ અધ્યક્ષ મનિષ જોશી, સુનિલ ટોપલે, સવિતા રાજપૂત, શ્ર્વેતા સેજવાલ, કિશોર, હર્ષા ઠક્કર, સ્નેહા હાજર રહ્યાં હતા.