ગુરુવાર, ૮ મે, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૯ એપ્રિલ, ૨૦૨૫

કસાબ કા ભાઇ બોલ રહા હું કહીને પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ કરનારો મુલુંડથી પકડાયો

મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમનેધમકીભર્યો ફોન આવ્યા બાદ અફરાતફરી મચી ગઈ. ફોન કરનારે દાવો કર્યો હતો કે તે આતંકવાદી ક્સાબનો ભાઈ બોલી રહ્યો છે અને તે મુંબઈ પોલીસના મુખ્યાલયને ઉડાવી દેશે. ફોન આવ્યા પછી પોલીસ કોલરને શોધવામાં લાગી ગઈ અને અંતે તેને મુલુંડથી પકડી પાડ્યો હતો.
આ અંગે વધુ વિગત આપતાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 1લી એપ્રિલની રાતે આશરે 1 વાગે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં એક મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો. કોલ કરનારે મુંબઈ પોલીસને ગાળો આપવાનું શરૂ કર્યું અને કહ્યું કે તે મુંબઈ પોલીસના મુખ્યાલયને ઉડાવી દેશે. કોલરે પોતાને આતંકવાદી કસાબના ભાઈ તરીકે ઓળખાવ્યો. તેણે કહ્યું, કસાબનો ભાઈ બોલી રહ્યો છું. ત્યાર બાદ તેણે ફોન કટ કરી નાખ્યો.
પોલીસે જ્યારે એ મોબાઈલ નંબરને ટ્રેસ કર્યો તો તે મુલુંડ વિસ્તારમાં હોવાનું જણાયું. ત્યારબાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં આરોપી કોલર પીયુષ શુક્લા (28) વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી.પ્રાથમિક તપાસમાં પીયુષએ પોલીસને જણાવ્યું કે તે અમુક કૌટુંબિક સમસ્યાઓને કારણે ચિંતામાં હતો એટલે દારૂ પીધા પછી નશામાં ધમકીભર્યો કોલ કર્યો હતો.