ગુરુવાર, ૮ મે, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૧૬ એપ્રિલ, ૨૦૨૫

શોપકીપર્સ વેલ્ફેર એસોસિએશનના પદાધિકારીઓએ ’ટી’ વોર્ડ એએમસી સાથે શુભેચ્છા મુલાકાત લીધી

મુલુંડના વ્યાપારીઓના એકમાત્ર સંગઠન શોપકીપર્સ વેલ્ફેર એસોસિએશન-મુલુંડના પદાધિકારીઓ તેમજ કમિટિ મેમ્બર્સએ તાજેતરમાં મુલુંડ ‘ટી’ વોર્ડમાં નવ નિયુક્ત એએમસી યોગિતા કોલ્હેની શુભેચ્છા મુલાકાત લીધી હતી. 
મુલાકાત દરમ્યાન મુલુંડ ટી વોર્ડમાં રહેનારા લોકોની સુખાકારી અને વ્યાપારીઓની બિનકનડગત માટે રજૂઆત કરી હતી. શોપકીપર્સ વેલ્ફેર એસોસિએશન-મુલુંડના પ્રમુખ અતુલભાઈ કોઠારી સાથે શાંતિભાઈ કારિયા, પ્રફુલભાઈ બોવા, મેહુલભાઈ શાહ અને મયૂરભાઈ ભાનુશાલીનો સમાવેશ હતો.