ગુરુવાર, ૮ મે, ૨૦૨૫

સમાચાર

ગુરુવાર, ૨૪ એપ્રિલ, ૨૦૨૫

મુલુંડમાં રૂા.80 કરોડની લાગતથી બનનારા બર્ડ પાર્કમાં 18 પ્રજાતિઓના 206 જેટલા પક્ષીઓ વસાવાશે

મુલુંડમાં બહુચર્ચિત બર્ડ પાર્કની સ્થાપનાને ઝડપી બનાવવાના પગલાંરૂપે મનપા દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગને નાહુર પ્લોટ માટે જમીન અનામતમાં ફેરફાર કરવા માટે મોકલવામાં આવેલી દરખાસ્ત હવે પક્ષી ઉદ્યાનમાં બદલી દેવામાં આવી છે અને આ ઉદ્યાનમાં 18 પ્રજાતિઓના 206 પક્ષીઓ રાખવાની અપેક્ષા છે. આ મહિનાની શરૂઆતમાં મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાની વિનંતીને પગલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક સમીક્ષા બેઠક યોજી હતી. કોટેચાએ જણાવ્યું હતું કે અગાઉ આ પ્લોટ બગીચા માટે અનામત રાખવામાં આવ્યો હતો. મારી વિનંતીને પગલે મનપાએ સપ્ટે. 2024 સુધીમાં સૂચનો અને વાંધાઓ મંગાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જાન્યુઆરી 2025માં આ પ્રસ્તાવ શહેરી વિકાસ વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો અને અર્બન પ્લાનીંગના ડિરેક્ટરે પણ ફેબ્રુઆરીમાં અહેવાલ સુપ્રત કર્યો હતો. સરકારે 7 એપ્રિલના અનામતમાં ફેરફારને મંજૂરી આપતું જાહેરનામું બહાર પાડયું હતું. પ્રસ્તાવિત મુલુંડ પક્ષી ઉદ્યાન 17958 ચો.મીટરના પ્લોટ પર બનશે, જેનો અંદાજિત ખર્ચ રૂા.80 કરોડ થશે અને તે દોઢ વર્ષના ગાળામાં પૂરો થશે તેવી અપેક્ષા છે.