ગુરુવાર, ૮ મે, ૨૦૨૫

સમાચાર

સોમવાર, ૨૮ એપ્રિલ, ૨૦૨૫

મુલુંડના વસંત ઓસ્કાર પરિસરના ઝાડમાંથી અઢી કિલો વજનના ખીલા ખેંચી કઢાયા

મુલુંડ-વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર નિર્મલ લાઇફસ્ટાઇલથી સહેજ આગળ વસંત ઑસ્કર બિલ્ડિંગ તરફ જતાં વર્ષો જૂનું એક વિશાળ બહાવાનું ઝાડ આવેલું છે. એના પર કેબલના અનેક વાયરો લટકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અંધશ્રદ્ધાથી પ્રેરાઈને અનેક લોકો એના પર ખીલાં ઠોકી જતા હતા જેને કારણે એ ઝાડ ધીમે-ધીમે સુકાઈને મરી જવાની શક્યતા હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ’ટી’ વોર્ડના ગાર્ડન ડિપાર્ટમેન્ટે ગઈ કાલે એ ઝાડ બચાવવા ત્યાં કાર્યવાહી કરી હતી. 
ઇખઈના ગાર્ડન ડિપાર્ટમેન્ટના ઑફિસરો અને કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા. તેમણે ઝાડ પરથી કેબલના વાયરો હટાવ્યા હતા. તેમણે અઢી કિલો વજનના કુલ મળીને 152 ખીલા ખેંચી કાઢ્યા હતા. ઝાડની આસપાસ લીંબુ અને નારિયેળ સહિતની કેટલીક અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી. એ બધું ત્યાંથી હટાવી ત્યાં નવી માટી નાખીને ઝાડને મરતું બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.