ગુરુવાર, ૮ મે, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૫

મુલુંડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને અગ્નિશમન ટેકનિક્સની ટ્રેનિંગ અપાઈ

હાલના સમયમાં મુંબઈમાં વધતી આગની ઘટનાઓને જોતાં, લોકોના જાન-માલના નુકસાનને ઓછું કરવા માટે મુંબઈ પોલીસ દ્વારા એક નવી પહેલ શરુ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત મુંબઈ પોલીસ દ્વારા મુલુંડ પોલીસ સ્ટેશનમાં એક વિશેષ અગ્નિશમન પ્રશિક્ષણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુલુંડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને આગ હોલવવાની ટેકનિક્સ અને સુરક્ષા માટેના ઉપાયોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 
આ પ્રશિક્ષણ સત્રનું આયોજન આસિ. પોલીસ કમિશ્નર (ઝોન 7) વિજયકાંત સાગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતી ફાયર એન્જિનીયર્સની ટીમએ વિશેષજ્ઞ તરીકે પ્રશિક્ષણ આપ્યું હતું. આ સત્રનો ઉદ્દેશ એ હતો કે પોલીસકર્મીઓ શરૂઆતની પ્રતિક્રિયા તરીકે આગ લાગવાની ઘટનાઓમાં અસરકારક રીતે પગલાં લેવા માટે તૈયાર કરવામાં આવે.