
સમાચાર
બુધ્વાર, ૭ મે, ૨૦૨૫
શ્રી કચ્છી લોહાણા મહાજન-મુંબઈ અને રઘુવીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પહેલગામ આતંકવાદી હુમલામાં પરમગતિ પામેલાઓ માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
શ્રી કચ્છી લોહાણા મહાજન-મુંબઈ અને રઘુવીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અને સાથે મુલુંડ ઈસ્ટ વ્યાપારી એસોસિએશન વેલ્ફેર ટ્રસ્ટ (મેવા), શ્રી મૉં ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ-નરા ગૌશાળા, શ્રી રઘુશક્તિ સેવા ટ્રસ્ટ, શ્રી જય અંબે મૉં ચેરિટેબલ ટ્રસ્ટ, કચ્છ યુવક સંઘ-મુલુંડ અને સકલ હિન્દુ સમાજના સહયોગથી તાજેતરના કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં પરમગતિ પામેલા વિવિધ રાજ્યોના ભારતીય બંધુઓ માટે તા.3 મે શનિવારે સાંજે 6 વાગ્યે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન રઘુવીર ચોઈસ હોલ, મુલુંડ વેસ્ટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સમાજના અગ્રણીઓની હાજરી હતી. આયોજક મહાજનના પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા કારોબારી સભ્યો ઉપરાંત દરેક સમાજના વ્યક્તિઓએ હાજરી આપી હતી જેમાં મુખ્યત્વે પૂર્વ નગરસેવિકા સમિતાબેન કાંબળે, માજી નગરસેવક પ્રકાશભાઈ ગંગાધરે, સમાજસેવક બિરજુભાઈ મુંદડા, ભાનુશાલી સમાજના પ્રમુખ શંભુભાઈ માવ, પ્રકાશભાઈ ભાનુશાલી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ સકલ હિન્દુ સમાજના વરિષ્ઠ કાર્યકર્તા મહેશભાઈ કોટક, કચ્છ યુવક સંઘના કાંતિભાઈ કારાણી, ક.વિ.ઓ, સમાજના હંસરાજભાઈ મહેશ્ર્વરી, લોહાણા સમાજના અગ્રણી હિરાલાલભાઈ મૃગ તથા મૉં ગ્રુપના હરેશભાઈ આઈયા ઉપસ્થિત રહ્યા હતા અને દરેકે પોતાના વિચાર અને મંતવ્યો વ્યક્ત કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને આવું જઘન્ય કૃત્યને વખોડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શ્રદ્ધાંજલિ સભાનું આવું ઉમદા પગલું અને ઉત્તમ પહેલ ભરવા બદલ શ્રી કચ્છી લોહાણા મહાજન-મુંબઈ (દરિયાસ્થાન) તેમજ રઘુવીર ફાઉન્ડેશનની સૌએ હૃદયપૂર્વક સરાહના કરી હતી.
સભાના અંતે ગીતાજીના 15મા અધ્યાયનું પઠન કરી દરેક સમાજના અગ્રણીઓએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
સભાના અંતે ભૂતપૂર્વ નગરસેવિકા તથા સમાજ અગ્રણી શ્રીમતી પ્રભાબેન પોપટ પોતે હાજર રહેવા અસમર્થ હોતા વિશેષ સહાનુભૂતિ સાથે પ્રમુખ નીતિનભાઈ ગોદાવરીબેન ગંગારામ ઠક્કર (પાંધી)ને સાંત્વના સંદેશ પાઠવ્યો હતો. સમગ્ર આયોજનમાં પ્રમુખ નીતિનભાઈ પાંધીના માર્ગદર્શન હેઠળ ક્ધવીનર આનંદ પવાણી, જતીન ચંદે તેમજ અભિષેક તન્નાની વિશેષ જહેમતથી સભા સંપન્ન થઈ હતી. અંતે પરમગતિ પામેલા સૌ ભારતીયોની સદ્ગતિ માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ સભાના અંતે શ્રી કચ્છી લોહાણા મહાજન-મુંબઈ તથા રઘુવીર ફાઉન્ડેશનના પ્રમુખ તથા પ્રેરક અને આયોજક નીતિનભાઈ ગોદાવરીબેન ગંગારામ ઠક્કર (પાંધી)એ ઉપસ્થિત સૌ ભારતીયોનો અને સહયોગી સંસ્થાઓનો આભાર સાથે ઋણ સ્વીકાર કર્યો હતો અને જય હિન્દના ઘોષનાદ સાથે સહુ છૂટા પડ્યા હતા.