સોમવાર, ૭ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૨૮ મે, ૨૦૨૫

ઘરમાં આગ લાગવાથી તદ્દન નોંધારી પરિસ્થિતિમાં મુકાયેલી કચ્છી લોહાણા ગૃહિણીની વહારે આવ્યું શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ (દરિયાસ્થાન)

મુલુંડ ચેકનાકમાં કીશન નગર પરિસરમાં જ્ઞાનેશ્ર્વર નિવાસમાં ત્રીજા માળે રહેતા કચ્છી લોહાણા જ્ઞાતિના નલિનીબેન સુરેશ પલણ માટે તા.24 મે શનિવારનો દિવસ આફતજનક બની રહ્યો. રાત્રે 8.30 વાગે શોર્ટ સર્કીટને લીધે ઘરમાં આગ ભભૂકી ઉઠી અને જોત જોતામાં સમગ્ર ઘરને ખાક કરી દીધું. ઘરનું તમામ ફર્નિચર, ઈલેક્ટ્રીક સામાન, કબાટ, કબાટમાં કપડા, દર દાગીના એટલું જ નહીં ઘરના તમામ વાસણો, ઘરવખરી સુધ્ધાં આગમાં સ્વાહા થઈ ગયા અને ઘર હતું ન હતું બની ગયું.
નલિનીબેનના પતિ અને પુત્ર અવસાન પામ્યાં છે. તેમની એક પરણિત પુત્રી છે જે બોરીવલીમાં રહે છે. હાલ ઘરમાં તેઓ એકલા રહે છે. અચાનક આગ ભભૂકતા અવાચક થઈ ગયા. આજુબાજુ વાળા દોડી આવ્યા. ફાયર બ્રિગેડની કુમક આવી પણ એ પહેલાં બધું નાશ થઈ ગયું. તેઓ હાલમાં જ ઘરનું રિનોવેશન કરાવ્યું હતું અને નવી વાયરીંગ પણ કરાવી હતી. ઘરના બારી બારણા સુધ્ધા આગમાં હોમાઈ ગયાં છે. જેને લીધે હાલમાં તેઓ તેમના ભાઈને ઘરે આશરો લીધો છે. સામાન્ય પરિસ્થિતિના ભાઈનું ઘર પણ નાનું છે.


કુદરતના કોપનો ભોગ બનેલ નલિનીબેન સામે હવે નવેસરથી ઘર વ્યવસ્થિત કરવાનો પડકાર સામે આવ્યું છે. ઘર સામાનથી લઈને અન્ય વસ્તુઓ વસાવવા માટેની જરૂરિયાત છે. જેની મદદ માટે જ્ઞાતિ સમાજના અગ્રણીઓ પાસે આજીજી કરી, પણ જોઈએ એટલી મદદ મળી નહીં. છેવટે શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ (દરિયાસ્થાન)ના પ્રમુખ નિતીન પાંધીના ફોન પર સંપર્ક કરાયો અને એમની વિચારધારા અને સ્વભાવને અનુરૂપ એમણે ગુર્જરમાતના માધ્યમ દ્વારા એ પરિવારને પૂર્નવસન માટેની જવાબદારી એક ઉદાર અને સેવાના ભાવથી સ્વીકારતા એ પરિવારને આશ્ર્વાસ આપ્યું હતું. જે સમાજ અને માનવતા પ્રત્યેની એમની લાગણી, સ્વભાવ અને સાત્વિક વિચારધારાની પ્રતીતી કરાવે છે. મુંબઈ મહાજન અને રઘુવીર ફાઉન્ડેશનના પ્રમુખ નિતીન પાંધીએ ગુર્જરમાતના તંત્રી જયંતભાઈ છેડા સાથે પ્રથમ પરિવારનો સંપર્ક કરી એમની તાત્પુરતી જરૂરીયાત માટે સહયોગ આપી આગામી પુર્નવસન વ્યવસ્થા બદ્દલ પણ શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ અને રઘુવીર ફાઉન્ડેશન દ્વારા ખાત્રી અને વિશ્ર્વાસ અપાવ્યો છે. સાથે સમાજ અને સેવાભાવી સંસ્થા તથા વ્યક્તિઓને આ માનવતાના સેવાકાર્યમાં આગળ આવે એવી અપીલ કરે છે.
એમની મદદ કરવા ઈચ્છુ ઉદારજનોને અપીલ છે કે તેમની મદદ કરે. જે માટેની વિગત નીચે મુજબ છે.
Bank Name : Saraswat Bank, Wagle Estate, Thane, Account No.451200100000859, Account Name : Mrs. Nalini Suresh Palan, IFSC Code : SRCB0000451, MICR Code : 400088140