રવિવાર, ૬ જુલાઈ, ૨૦૨૫

રમતગમત

ગુર્જરમાત દ્વારા આયોજિત કિટ્ટી ઉત્સવને મળ્યો ઉત્તમ પ્રતિસાદ

તા.28 મે બુધવારના સર્વોદય નગરની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીની સ્વીટ સિક્ટીન કિટ્ટી ગ્રુપ મુલુંડની ડિનર કિટ્ટી ચેમ્બુરના કાયકો ટેરેસ કેફેમાં એરેન્જ કરી હતી.
દાયકા પહેલાં થયેલ આ કિટ્ટી ગ્રુપની શરૂઆત સોસાયટીના એક ફંક્શનમાં બધી લેડીઝ મળી અને વાતો વાતોમાં ગ્રુપ શરૂ કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં ઘરમાં જ પાર્ટી કરવા ભેગા થતાં પછી મુલુંડની અલગ રેસ્ટોરેન્ટ, હોટલ ત્યાર પછી થયું કે હવે આઉટ ડોર એક્સપ્લોર કરીએ. શરૂઆતમાં 18 મેમ્બર હતાં. અત્યારે 15 મેમ્બર છે. બધાં સભ્યો 40 પ્લસની આસપાસની છે. સૌથી મોટી વયના 62 વર્ષીય છે. ઉંમર એક આંકડો છે. સ્વભાવ, વિચારમાં તાજગી-ઉત્સાહ હમેંશા રહેવાનો એટલે સ્વીટ સિક્ટીન ગ્રુપનું ટાઈટલ તોએ રાખ્યું છે જે સૌની ઈચ્છા ઉમેદને દર્શાવે છે.
તેઓ દરેક વખતે નવી નવી હોટલ્સ અને પ્લેસ એક્સપ્લોર કરે છે જેથી સૌને નવા માહોલનો પરિચય થાય. આજના પાર્ટી મોન્સુન સમયમાં યોજાઈ હોવાથી ડાર્ક કલર ડ્રેસ કોડ રાખેલ. આ ઉપરાંત આઉટ ઓફ મુંબઈમાં નાસિક, દેવલાલી, લોનાવાલા, ઈગતપુરી ઈત્યાદિ સ્થળોએ નાઈટ આઉટ કિટ્ટી પણ કરી છે. છોકરાઓ મોટા થયા એ ધ્યાનમાં રાખીને આઉટ ઓફ ઈન્ડિયા બાલીમાં પ્રથમવાર ત્યાં જઈ પાર્ટી કરી. જેનું પ્લાનીંગ બધી વ્યવસ્થા ગ્રુપની બહેનો એ જ કરી હતી. હવેથી દર વર્ષે નવી નવા સ્થળો-એક્સપ્લોર કરવાનું નક્કી કરેલ છે. દરેક પાર્ટીના આયોજન કરવામાં શોભાબેન અને હર્ષાબેન મોખરે રહે છે.
દરેક પાર્ટીમાં મેમ્બરો લાઈવલી હોય છે. સૌ મૈત્રીભર્યા માહોલમાં મળવા ઉત્સુક રહે છે. એટલે દરેક પાર્ટી નવીન અને જીવંત પ્રકારની રહેતી હોય છે. એ ગ્રુપની વિશેષતા છે. દરેક વખતે અલગ અલગ થીમ જેવી કે રેટ્રો થીમ, બોલીવુડ રેડ કાર્પેટ થીમ, ટ્યુનિગ થીમ જેમાં બે જણ આપસમાં મેચ-મિક્સીંગ કરીને આવે, ફેશન ડિઝાસ્ટર, હવાઈ થીમ વિગેરે નવી નવી થીમથી દરેક પાર્ટીના એન્જોયમેન્ટમાં વધારો થાય છે.
કિટ્ટી ગ્રુપનો ઉદેશ સૌ મેમ્બર્સ હળી મળી મોજમજા સાથે સાથે સોશ્યલ વર્ક પણ કરે છે. જેમાં ક્ધિનર લોકોને મદદ કરી છે, હોસ્પિટલની મુલાકાત જઈ કેન્સર પેશન્ટને મદદરૂપ થયાં છે. સોસાયટીમાં નવરાત્રીના ઉત્સવમાં અનાથ આશ્રમના બાળકોને જમાડી ગિફ્ટ આપી રાજી કર્યા હતા. વૃધ્ધાશ્રમના વડીલોને ઉપયોગી ચીજ વસ્તુઓ ભેટ આપી, સોસાયટીના વર્કરોને રેશનકીટ ભેટ આપી સેવા કાર્ય કર્યું. આમ ફ્રેન્ડશીપના બોન્ડિંગ સાથે સોશ્યલ વર્કનો ઉદેશ જારી રાખ્યો છે.
ગુર્જરમાત, ઈમ્પલ્સ અને એન્કર હિના ઠક્કરના માર્ગદર્શનના વર્ષા લોડાયા અને ધર્મિષ્ઠા સોનાઘેલાએ કિટ્ટી ઉત્સવની જાણકારી આપી હતી. વિવિધ ગેમ્સ રમાડી જેમાં સૌએ મોજ-મજા માણી હતી. વિજેતા થયેલ 3 બહેનોને ઈનામમાં ગીફ્ટ કુપન અપાયા હતા. ઓસ્કાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી ઉપસ્થિત રહેલ સૌ ગ્રુપ મેમ્બર્સને લેડીઝ ઉપયોગી ગીફ્ટ આપી હતી.