સોમવાર, ૨૫ ઑગસ્ટ, ૨૦૨૫

સમાચાર

શુક્રવાર, ૬ જૂન, ૨૦૨૫

મંત્રાલયથી થાણે સુધી બેસ્ટની એસી બસની શરૂઆત થઈ

શહેરના જાહેર પરિવહન નેટવર્કને વધારવા માટે બેસ્ટ દ્વારા 1લી જૂનથી થાણેમાં પીક અવર્સ દરમ્યાન મંત્રાલયથી થાણે જોડતો ડાયરેક્ટ એક નવો એસી બસ રૂટ શરૂ કર્યો છે. જે દક્ષિણ મુંબઈમાં મંત્રાલયને થાણેમાં બાલ્કમ સાથે જોડશે. નવો એસી બસ રૂટથી એ-490 ઈસ્ટર્ન ફ્રી વે અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે વચ્ચે કાર્યરત રહેશે. થાણેથી સવારે 7.30 અને 8 વાગ્યે બસ ઉપડશે જ્યારે મંત્રાલયથી પરત ફરતી બસો સાંજે 5.30 અને 6 વાગ્યે દોડશે. તેના ટિકિટના દર રૂા. 50થી રૂા.60 છે.આ ઉપરાંત 1 જૂનથી - નોન-એસી બસોને બદલે એસી બસો દોડાવાશે જેમાં અન્ય રૂટ ઉપરાંત મુલુંડ રેલવે સ્ટેશનથી માલવણી ડેપો સુધીનો રૂટ 459નો સમાવેશ થાય છે.