સોમવાર, ૭ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

શુક્રવાર, ૧૩ જૂન, ૨૦૨૫

મુલુંડમાં રહેતી શ્રદ્ધા ધવન દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં ક્રૂ-મેમ્બર હતી

દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં મુલુંડ-વેસ્ટમાં કલ્પનગરી વિસ્તારની નિશાદ સોસાયટીની એ વિંગના 603 નંબરના ફ્લેટમાં રહેતી 38 વર્ષની કૂ મેમ્બર શ્રદ્ધા ધવન પણ હતી. તેના મૃત્યુના સમાચાર આવતાં આખી સોસાયટીમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ શ્રદ્ધાના મૃત્યુના સમાચાર મળતાં સોસાયટીના મેમ્બરો તેમ જ શ્રદ્ધાના મિત્રો સોસાયટી પાસે ભેગા થઈ ગયા હતા.
ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ શ્રદ્ધાના મૃત્યુના સમાચાર મળતાં અમારી સોસાયટીમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી એમ જણાવતાં નિશાદ સોસાયટીના સેક્રેટરી આંચલ દાસે ’મિડ-ડે’ને કહ્યું હતું કે ’શ્રદ્ધા તેનાં માતા-પિતા અને પતિ રાજેશ સાથે અમારી સોસાયટીમાં રહેતી હતી. તેની એક પુત્રી પણ છે જે દસમા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. શ્રદ્ધા આશરે 15 વર્ષથી કૂ-મેમ્બર છે. શરૂૂઆતથી જ તે ઍર ઇન્ડિયામાં નોકરી કરતી હતી એટલું જ નહીં, તેના પતિ રાજેશ પણ એર ઇન્ડિયામાં પાઇલટ છે. જ્યારે ઘટના બની ત્યારે રાજેશ દિલ્હી ઍરપોર્ટ પર હોવાની માહિતી અમને મળી હતી. શ્રદ્ધા વિશે માહિતી મળતાં ગઈ કાલે મોડી રાતે રાજેશ મુંબઈ આવી ગયો