સોમવાર, ૭ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૧૮ જૂન, ૨૦૨૫

અમદાવાદ વિમાન અકસ્માતમાં બની બે ચમત્કારિક ઘટનાઓ

અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનામાં બે ઘટના એવી બની છે કે દૈવી ચમત્કારમાં ન માનતી વ્યક્તિઓને પણ કોઈ દૈવી ચમત્કાર હોવાનું કબૂલ કરવું પડે. પ્રથમ બનાવમાં અકસ્માત પછી બચાવકાર્ય કરી રહેલી ટુકડીને કોઈ પ્રવાસી દ્વારા વિમાનમાં લવાયેલું ભગવદ ગીતાનું પુસ્તક બળ્યા વિનાનું મળી આવ્યું હતું. અકસ્માત પછી લાગેલી આગને લીધે 1100 સેન્ટીગ્રેડ તાપમાનમાં કોઈ પણ કાગળ બળ્યા વિના રહી ન શકે ત્યારે આ ગીતાજીનું પુસ્તક તદ્દન સલામત રહ્યું તેને ચમત્કાર જ કહી શકાય.
અન્ય ચમત્કારિક બનાવમાં એક મુસાફર હેમખેમ ઉગરી ગયાના અહેવાલ છે. વિમાનમાં 1ર ક્રૂ મેમ્બર સહિત ર4ર લોકો સવાર હતા તેમાંથી એકમાત્ર ભારતીય મૂળના એક બ્રિટીશર રમેશ વિશ્ર્વાસ કુમાર જીવતા બચી ગયા હતા. હોસ્પિટલમાં સારવાર બાદ રમેશ બહાર પોતાની મેળે જતાં દેખાયા હતા. રમેશ વિમાનની 11-એ સીટ ઉપર બેઠા હતા. આટલી ભયંકર આગમાંથી પણ તેઓ હેમખેમ બહાર આવી શક્યા તે ઘટના ચમત્કારથી કમ નથી. આ ઘટના રામ રાખે તેને કોણ ચાખે? એ ઉક્તિને સાર્થક કરે છે.