
સમાચાર
બુધ્વાર, ૧૮ જૂન, ૨૦૨૫
૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝ, મુલુંડ દ્વારા સહજયોગ, રાજયોગ શિબિરનું આયોજન
બ્રહ્માકુમારીઝ મુલુંડ ઝોન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સહજયોગ અને રાજયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૧ જૂનના રોજ સાંજે ૦૫:૩૦થી ૦૭:૦૦ દરમ્યાન ચંદન બાગ સ્કૂલ હોલ, મુલુંડ પશ્ચિમ ખાતે આયોજિત આ યોગ શિબિરમાં યોગ ટ્રેનર ડૉ. બલરામભાઈ યોગ કરાવશે. ડૉ. બલરામભાઈ એક કુશળ માનસશાસ્ત્રી છે, જે ડિપ્રેશન, માઈગ્રેન, સાઈનસ, કમરનો દુખાવો, અસ્થમા (દમ), ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ઈત્યાદી રોગોની સારવાર માટે સલાહકાર (કન્સલ્ટન્ટ) છે.
સહજયોગ અને રાજયોગ કરવાથી જીવન જીવવાની કળા અને મુલ્ય-જ્ઞાન, સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, પવિત્રતા અને આત્મીય શક્તિની પ્રાપ્તિ થાય છે. આ શિબિરમાં સહભાગી થવા માટે બ્રહ્માકુમારીઝ તરફથી સર્વ નાગરિકોને આમંત્રણ છે.
આવશ્યક સૂચના: શિબિરમાં સહભાગી થવા પ્રત્યેક વ્યક્તિએ યોગ માટે એક એક્સરસાઈઝ મેટ પોતાની સાથે લાવવાની રહેશે.
વધુ માહિતી માટે સંપર્ક: સ્થાનિક સેવા કેન્દ્ર, પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ, શિવ વરદાની ભવન, આર.પી. રોડ, મુલુંડ (પશ્ચિમ). ફોન - 79 7798 4052