
સમાચાર
બુધ્વાર, ૧૮ જૂન, ૨૦૨૫
ડૉ. પુંજાણીના પૂજા હેલ્થકેર દ્વારા મુલુંડમાં નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન
મુલુંડના જ નહીં, સમગ્ર મુંબઈના અગ્રણી સર્જન ડૉ. રમેશ પુંજાનીના મુલુંડ સ્થિત પૂજા હેલ્થ કેરમાં રવિવાર, તા. 22 જૂનના રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી મફત તબીબી અને આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મુલુંડ વેસ્ટમાં સેવારામ લાલવાણી રોડ પર સ્થિત સાઈ મધુવન (મણીકાફેની ઉપર) બીજા માળે આયોજિત આ કેમ્પમાં જનરલ સ્ક્રીનિંગ, ફૂટ એનાલિસિસ, બોન ડેન્સીટોમેટ્રી (હાડકાંની ઘનતાની તપાસણી), લોહીની વિવિધ ટેસ્ટ્સ, ઈસીજી ઉપરાંત ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ (હૃદય સંબંધી રોગોના નિષ્ણાત), નેફ્રોલોજિસ્ટ (કિડની સંબંધી રોગોના નિષ્ણાત), સર્જ્યન, ફિઝિયોથેરાપિસ્ટ તેમ જ હાડકાંના સર્જ્યન દ્વારા સલાહ આપવામાં આવશે.
આ મેડિકલ કેમ્પ માટે રજીસ્ટ્રેશન (નોંધણી) કરાવવું મફત છે પણ ફરજિયાત છે. કૃપા કરીને 9326331507 / 02231474595 પર નોંધણી કરાવો અને આ નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનો લાભ લો.