રવિવાર, ૬ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૧૮ જૂન, ૨૦૨૫

શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ અને કચ્છ યુવક સંઘ મુલુંડ શાખાના સંયુક્ત ઉપક્રમે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરાશે

તા.21 જૂન શનિવાર સવારે 8 થી 9 દરમ્યાન રઘુવીર ફાઉન્ડેશનના ચોઈસ એક્ટિવિટી સેન્ટર, 1લે માળે, ચોઈસ અંબે સાગર ટાવર, વર્ધમાન નગર સામે, જ્ઞાનસરિતા સ્કૂલ પાસે, મુલુંડ વેસ્ટમાં શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ અને કચ્છ યુવક સંઘ મુલુંડ શાખાના સંયુક્ત ઉપક્રમે અંબિકા યોગ કુટીર મુલુંડના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી યોગ ક્રિયા કરીને કરાશે. યોગ સાધના કરવા ઈચ્છુકે પોતાની યોગ મેટ અચૂક લાવવી.