
સમાચાર
ગુરુવાર, ૧૯ જૂન, ૨૦૨૫
બાંડિયા ગામનું ક્વિન્સ ગ્રુપ એટલે સંપ અને સ્નેહનો મજબૂત મેળો
તા.12 જૂન ગુરૂવાર બપોરે 4 કલાકે દેવપુંજ હોલ મુલુંડમા કચ્છ અબડાસા તાલુકાના બાંડિયા ગામની બહેનો, દીકરીઓ અને વહુ સાસુઓનો ગ્રુપ એટલે ક્વિન્સ ગ્રુપ. ગામના દરેક ઘરની ગૃહિણી એટલે ક્વિન્સનો દબદબો જાળવણી કરતી મહિલા. આ સંબંધથી ગ્રુપનું નામ રાખ્યું છે ક્વિન્સ ગ્રુપ. આ ગ્રુપ વિષે વિગતવાર માહિતી આપતાં કેડીઓ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ સાથે સક્રીય રીતે સંકળાયેલા અને ગ્રુપના સક્રીય મેમ્બર એવા મનીષા લાલકાએ જણાવ્યું કે ગ્રુપ 2018માં શરૂ થયું એટલે આજે સાત વર્ષ થયાં છે. પ્રારંભે કિટ્ટી પાર્ટી હોટલમાં રાખતા હતા પણ સમય જતા મેમ્બર્સની સંખ્યા વધતી ગઈ એટલે હોટલ શોધવા અગવડ થતી હતી. હવે ક.દ.ઓ.સર્વોદય મંડળના હોલમાં કિટ્ટી પાર્ટી રાખીએ છીએ. ગ્રુપનું આધાર બિંદુ બાંડિયા ગામ છે. આ ગામની બહેનો, દીકરીઓ, સાસવહુ. પૌત્રી દૌહિત્રીઓ સુધ્ધા મુલુંડ ઉપરાંત ઘાટકોપર, ડોંબિવલી, નાશિક, નેરૂલ, મસ્જિદ બંદર, ઐરોલીથી આવીને જોડાય છે. બાંડિયા ગામના મહાજનનો પ્રોગ્રામ હતો ત્યારે ક્વિન્સ કિટ્ટી ગ્રુપ તરફથી ગીફ્ટ પણ અપાઈ હતી. દર મહિને કિટ્ટી પાર્ટીનો ઉદેશ સૌ સાથે મળી વાતોના તંતુથી જોડાય અને ફુલ એન્જોય કરી છૂટા પડે એ છે. આ ગ્રુપના પાયોનિયર હંસાબેન પટેલ અને વાંસતીબેન લોડાયા હતા. જેમને ખ્યાલ આવ્યો કે ગામની ધિસાસુ-વહુસાસુ મળે અને હળીમળીને આનંદ માણે. બહુ વર્ષો પહેલા કિટ્ટી ગ્રુપ હતું પણ જૂજ મેમ્બર્સ હોવાને કારણે કે કોઈ કારણોસર એ બંધ થઈ એટલે ફરીથી નવા સંસ્કરણથી આ ગ્રુપ ચાલું થયું. ગુર્જરમાત તરફથી કિટ્ટી ઉત્સવનું એનાઉન્સ થતાં ક્વિન્સ કિટ્ટી ગ્રુપ આ લાભ લઈ તેમાં જોડાયું અને આજની પાર્ટીનું આયોજન રાખ્યું.
શરૂઆતે ગુર્જરમાત વતીથી સંયોજક વર્ષા લોડાયા અને ધર્મિષ્ઠા સોનાઘેલા એ ગુર્જરમાત પ્રસ્તુત, સ્પોન્સર્ડ બાય ઈમપ્લસ, પાવર્ડ બાય ઓસ્કાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિમિટેડ અને મેનેજડ બાય હિના ઠક્કર ગુર્જરમાત કિટ્ટી ઉત્સવ વિષે માહિતી આપી હતી. સૌને વિવિધ ગેમ્સ રમાડી મોજ કરાવી હતી. ગેમ્સ વિજેતા આશા શાહ, કાશ્મીરા લોડાયા અને નેહા લાલકાને ગિફ્ટ કૂપનથી નવાજવામાં આવ્યા હતા. ભાગ લેનાર સૌને ઓસ્કાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિમિટેડ તરફથી મહિલા ઉપયોગી ગીફ્ટ અપાઈ હતી.
છેલ્લે બાંડિયા ગામની બાનુઓ-સન્નારીઓ એક નવતર પ્રકારના આયોજનનો હિસ્સો બની ખુશખુશાલ થઈ ફરી મળવાના વાયદા સાથે સ્વઘરે જવા પ્રસ્થાન કર્યું.